BHACHAUGUJARATKUTCH

સામખીયારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મધ્યે માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરાઈ 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૨૭ મે : જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી સાહેબ, આર.સી.એચ. ઓ ડો. દિનેશ પટેલ સાહેબ તેમજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર તથા સામખીયારી પ્રા આ કે ના મેડિકલ ઓફિસર ડો હિરેન પડવી ના માર્ગદર્શન હેઠળ સામખિયારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માસિક સ્વરછતા દિવસ ની ઉજવણી કરવા માં આવી.જેમાં તાલુકા હેલ્થ વિઝીટર મંજુબેન ગરવા, સુપરવાઈઝર દીપકભાઈ દરજી, મીનાક્ષીબેન સોલંકી , કૌશિક સુતરીયા, એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરણ પાતર ,દિશાબેન સુથાર સામખીયારી એમ પી એચ ડબ્લ્યુ એ એન એમ બહેનો આશા બેહેનો તેમજ 55 જેવી કિશોરી ઓ હાજર રહી હતી.જેમાં એડ઼ોલેશન કાઉન્સિલર દિશાબેન સુથાર તથા કિરણભાઈ દ્વારા માસિક સ્વરછતા દિવસ ની ઉજવણી કરવા માં આવે છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. માસિક ની સ્વરછતા ના રાખવા ના કારણે કેવા ચેપ લાગે છે તેમજ તેનાથી કેમ બચી શકાય તેના વિશે વિસ્તૃત સમજાવ્યું હતું. આ સમય દરમ્યાન પોષણ નું પણ ધ્યાન રાખવું જોઈએ માસિક વિશે ની માન્યતા તેમજ ગેર માન્યતા વિશે સમજાવ્યું હતું. એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર એ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.જેમાં માસિક સ્વરછતા કોર્નર બનાવ્યું હતું તેમાં વિશે વિસ્તૃત માં સમજ એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર એ આપી હતી.કિશોરી ઓને જુદી જુદી ગેમ રમાડવા માં આવી હતી. સેલ્ફી કોર્નર બનાવવામાં આવ્યું હતું. કિશોરી ઓ એ માન્યતા તેમજ ગેરમાન્યતા વિશે પોતાના અભિપ્રાય આપ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા દરેક એ સહયોગ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!