BHACHAUGUJARATKUTCH

લાકડીયા ખાતે પોષણ ઉત્સવ 2026 અંતર્ગત પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન કાર્યક્રમ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૨૭ ઓગસ્ટ : ભચાઉ તાલુકાના લાકડીયા સેજા ખાતે પોષણ ઉત્સવ–2026 અંતર્ગત લાકડીયા આંગણવાડી કેન્દ્ર નંબર–1 ખાતે વાનગી નિદર્શન તેમજ પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોનું તિલક તથા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન મિલેટ (શ્રી અન્ન) તથા THR (Take Home Ration)માંથી બનાવવામાં આવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વાનગી નિદર્શન અંતર્ગત રજૂ કરવામાં આવેલી વાનગીઓનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ વાનગીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યો હતો. પ્રથમથી ત્રીજા ક્રમ મેળવનારને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત કિશોરીઓ, મહિલાઓ અને આંગણવાડી કાર્યકર બહેનોને સંતુલિત આહાર, પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભચાઉ તાલુકાના એટીડીઓ ભુપતદાન ગઢવી સાહેબ, આઈસીડીએસ વિભાગના સીડીપીઓ નયનાબા ઝાલા, લાકડીયા સેજાના સુપરવાઇઝર પ્રિયાબેન પંડ્યા, આરોગ્ય વિભાગના આર.કે.એસ.કે. કાર્યક્રમના કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેનકુમાર પાતર, આયુષ્યમાન આરોગ્ય મંદિર લાકડીયા–3ના સીએચઓ ચાંદની ચૌહાણ, કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ મચ્છોયા, પીએમ કન્યાશાળા લાકડીયાના આચાર્ય અલ્પાબેન, તેમજ ગામના અગ્રણી નિસર શૈલેષભાઈ અને જયંતીભાઈ ગડા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં કિશોરીઓ, મહિલાઓ તેમજ આંગણવાડી કેન્દ્રની વર્કર બહેનો અને હેલ્પર બહેનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સુપોષણ, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો તેમજ કિશોરીઓ અને મહિલાઓને પોષણ પ્રત્યે વધુ જાગૃત કરવાનો રહ્યો હતો.“સુપોષિત પરિવાર – સ્વસ્થ સમાજ” ના સંકલ્પ સાથે પોષણ ઉત્સવ–2026 કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!