GUJARAT

જામનગરના પ્રભારી મંત્રીએ કર્યુ સાંસ્કૃતિકવનનું નિરીક્ષણ

હરસિદ્ધિવનના છે અનેક આકર્ષણ

uજામનગરના પ્રભારી મંત્રીએ કર્યુ સાંસ્કૃતિકવનનું નિરીક્ષણ

હરસિદ્ધિવનના છે અનેક આકર્ષણ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે નિર્માણાધિન હરસિધ્ધિ વનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતા વન અને પર્યાવરણ મંત્રી અને જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા
***
જામનગર (નયના દવે)

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી અને જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ ગાંધવી (હર્ષદ) ખાતે નિર્માણાધિન હરસિધ્ધિ વનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મંત્રી મુળુભાઇ બેરાએ ૨૩ માં સાંસ્કૃતિક વન “હરસિધ્ધિ વન”ની કામગીરી તાકીદે પૂર્ણ કરવા તેમજ સઘન વનીકરણની કામગીરી હાથ ધરવા સંલગ્ન અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

આ તકે નાયબ વન સંરક્ષક  ધનપાલ, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર, અગ્રણી નાથુભાઈ ચાવડા, સગાભાઈ રાવલિયા સહિત સંલગ્ન વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

*હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, સૌરાષ્ટ્રની સુગંધ, ગુગળ વન બની રહેશે હરસિદ્ધિ વનના આકર્ષણ*

હરસિઘ્ઘિ માતાજી મંદીર ખાતે ગુજરાત સરકારના વન વિભાગ દવારા ચાલુ વર્ષે ર૩ માં સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં સાંસ્કૃતિક આકર્ષણો જેવા કે મુખ્ય દવાર, પ્રવેશ ૫રિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, સૌરાષ્ટ્રની સુગંધ, શ્રી કૃષ્ણ ઉ૫વન, શ્રી કૃષ્ણકમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરવામાં આવશે.

તેમજ આ સાંસ્કૃતિક વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, ૫વિત્ર ઉ૫વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવશે.
તેમજ આ સાંસ્કૃતિક વનમાં બાળવાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પોઇન્ટ, પાર્કીગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણીની સુવિઘા, રોપ વેચાણ કેન્દ્ર જેવી જન સુવિઘાઓ ઉભી કરવામાં આવશે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button