ANJARGUJARATKUTCH

રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના હસ્તે ચુબડક ખાતે ૬૬ કે.વી સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

નાગરિકોને પૂરતી વીજળી મળે તે માટે રાજ્ય સરકાર ચિંતિત છે  રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર ,તા-૨૪ જુલાઈ : ચુબડક ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના હસ્તે ૬૬ કે.વી સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું હતું. રૂ.૧૧.૨૨ કરોડના ખર્ચે બનનાર આ સબ સ્ટેશન કાર્યરત થતાં ૪ ગામોના લાભાર્થીઓને ગુણવત્તાયુકત પુરતી વીજળી મળી રહેશે. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, નાગરિકોને પૂરતી તથા વિના વિક્ષેપે વીજળી મળી રહે તે માટે છેલ્લા ૪ વર્ષમાં રાજ્યમાં નોંધપાત્ર નવા સબ સ્ટેશનો ઉભા કરાયા છે. હજુ પણ આ કામગીરી ચાલી છે. ચુબડક સબસ્ટેશના કારણે સંબંધિત વિસ્તારોને પૂરતા વીજ દબાણથી વીજળી મળવા સાથે ફીડરોની લંબાઇ ઘટવાથી ટી એન્ડ લોસ ઘટશે, ખેતી અને બિનખેતી વપરાશકારોને વિના વિક્ષેપે વીજળી તથા નવા વીજજોડાણો આપી શકાશે, ઉપરાંત ૪ ગામના ગ્રામીણ, ખેતીવાડી અને ઔદ્યોગિક વિસ્તારના અંદાજે ૧૧૦૦ ગ્રાહકોને સતત ગુણવત્તાસભર વીજળી પૂરી પાડી શકાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ અપાઇ રહ્યો છે, સરકાર સતત ખેડૂતોને ચિંતા કરી રહી છે. આ પ્રસંગે તેમણે કચ્છમાં રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, ખેતી સહિતના ક્ષેત્રે થયેલી વિકાસની કામગીરીથી ઉપસ્થિતોને અવગત કરીને વિકાસના કાર્યોમાં નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્વાગત પ્રવચન અંજાર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર પી.આર.પટેલે કર્યું હતું. જ્યારે આભારવિધી પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર જે.સી.ગોસ્વામીએ કરી હતી.આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ સંદીપભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના શાસકપક્ષના નેતા ધનજીભાઇ ચાવડા, તાલુકા પંચાયત સભ્ય સામજીભાઇ બરાડીયા, ચુબડક સરપંચ સાલેમ મહંમદભાઇ, રતનાલ સરપંચ ત્રિકમભાઇ આહીર, આગેવાન અશોકભાઇ બરાડીયા, કલ્પેશભાઇ આહીર, કરમણભાઇ આહીર, દિપકભાઇ ડાંગર, ક્રીષ્નાભાઇ કોઠીવાર, હરેશભાઇ પટેલ, સામજીભાઇ છાંગા, ગોપાલભાઇ આહીર, રાજકોટ ઝોનલના વિશેષ મુખ્ય ઇજનેર ડી.એમ. ડાંગી હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!