ધારાસભ્ય દિવ્યેશ અકબરીની પ્રજાલક્ષી જહેમતને વ્યાપક આવકાર
*જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાનાજ વોર્ડ માં ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે પહોંચ્યા*
*આજે જામનગર મહાનગર પાલિકાના વોર્ડ ૦૮ માં અન્ય સાથી કોર્પોરેટરો ની સાથે પ્રજા ની વચ્ચે ઉપસ્થિત રહ્યા: લોકોના પ્રશ્નોને વાચા આપી*
જામનગર તા ૨૫,
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કે જેઓ ધારાસભ્ય ની સાથે સાથે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮ ના કોર્પોરેટર તરીકે પણ કાર્યરત છે. જે વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટેના ‘જનતાની સેવા માટે જનતા ના દરવાજે’ શીર્ષક હેઠળ ના પ્રકલ્પ દરમિયાન આજે વોર્ડ નંબર ૮ માટેના જિલ્લા ભાજપ કાર્યાલયમાં સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમિયાન યોજવામાં આવેલા કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા, અને સ્થાનિક વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ સાંભળી હતી.
વોર્ડ નંબર ૮માં તેઓના સાથી કોર્પોરેટર કેતનભાઇ શાહ, તૃપ્તિબેન ખેતિયા અને સોનલબેન કણજારીયા ઉપરાંત વોર્ડ પ્રમુખ દર્શિત ચૌહાણ વગેરેને સાથે રાખીને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ વેળાએ તેઓની સાથે વોર્ડ ના અન્ય અગ્રણીઓ તેમજ ભાજપ ના કાર્યકરો જોડાયા હતા.
ઉપરોક્ત વિસ્તારના નાગરિકોએ હાજર રહી ને પોતાના પ્રશ્નો અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સ્થળ પર કરાવી દેવામાં આવ્યું હતું, જયારે અન્ય કેટલાક પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે નિરાકરણ લાવવા માટેની ખાતરી આપી હતી. જેથી સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વેળાએ સાથે જોડાયેલા અન્ય સ્થાનિક કોર્પોરેટરોએ તમામ મુદ્દાની નોંધ લીધી હતી.
*ધારાસભ્ય ના પોતાના વોર્ડમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગવંતુ બનાવાયું*
વોર્ડ નાં ૦૮માં ધારાસભ્ય દિવ્યેશ અકબરી જનતાની સેવામાં જનતાની વચ્ચે ઉપસ્થિત રહીને તેઓએ લોકોના પ્રશ્નો સાંભળ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે પ્લાસ્ટિક મુક્ત અભિયાનના સંદેશો આપ્યા છે, તે સંદેશા ને સાકાર કરવા માટે ધારાસભ્ય દ્વારા સર્વે જનતાને પ્લાસ્ટિકની બેગ નો ઉપયોગ નહીં કરવા જણાવીને ઉપસ્થિત તમામ નાગરિકોને કાપડની બેગ નું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
__________________
—regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com