ડેડીયાપાડા ના માથાસર ની શાળા માં 1 જ કાયમી શિક્ષક ધારાસભ્ય એ લીધી મુલાકાત.
વાત્સલ્ય સમાચાર
પ્રતિનિધી : જેસિંગ વસાવા
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો આજે બીજો દિવસ હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા થી ૧૦ થી ૧૫ કિ.મી.ના નજીક ના ગામોની ૬ શાળાના કાર્યક્રમોમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર ભાઈ એ ભાગ લીધો જેમાં ગંભીર બાબતો પર કટાક્ષ કરતા જાનવ્યુ કે
૧) માથાસર પ્રા.શા. જેમાં ૧ થી ૮ ધોરણમાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અગાઉ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હતા પણ ૧ થી ૮ ધોરણમાં એક જ શિક્ષક હોવાથી વાલીઓ બાળકોને આ શાળામાં મુકાતા નથી. જ્યારે ગામની કુલ વસ્તી ૧૩૩૫ છે.
૨) માથાસર(ગ)પ્રા.શા.જેમાં ૧ થી ૫ ધોરણમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ કાયમી શિક્ષક છે. અગાઉ ૧૦૦ થી વધુ બાળકો હતા પણ એક શિક્ષક હોવા થી વાલીઓ સર્ટીઓ કઢાવી બીજે ભણવા મુકે છે.
૩)વાંદરી પ્રા.શા. જેમાં ૧ થી ૫ ધોરણમાં ૨૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે. આ ગામમાં ૧૫૦૦ થી વધુ વસ્તી વસે છે. એક શિક્ષક હોવાથી વાલીઓ સર્ટીઓ કઢાવી બીજે ભણવા મુકી આવે છે.
૪)ખાલ(કણજી)પ્રા.શા. જેમાં ૧ થી ૫ ધોરણમાં ૭૦ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે. એક ઓરડામાં તમામ બાળકો ભણે છે.બીજી કોઈ પણ જાતની ભૌતિક સુવિધા નથી.
૫) કણજી પ્રા.શા.જેમાં ૧ થી ૮ ધોરણ માં ૧૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.શાળામાં પુરતા શિક્ષકો અને ઓરડાઓ છે.
૬) દેવરા પ્રા.શા.જેમાં ૧ થી ૫ ધોરણમાં ૪૫ જેટલા બાળકો અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે. બે ઓરડાઓમાં બાળકોને ભણાવવામાં આવે છે.મધ્યાહન ભોજન ના ઓરડાની વ્યવસ્થા નથી.
આ ગામોમાં આવતા આંગણવાડી કેન્દ્રોની પણ મુલાકાત લીધી આંગણવાડી વર્કરોનું કાર્ય ખુબ સરસ છે.
આ આપણા રોલ મોડેલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. વિશ્વ ગુરુ બનવાની વાતો થાય છે પણ અહીંની શાળાઓમાં ગુરુ નથી.એક જ શિક્ષક ૧ થી ૫ ધોરણ ને એક જ વર્ગખંડમાં ભણાવે છે.શાળાઓમાં જર્જરીત ઓરડાઓના કારણે કે ઓરડા ન હોવાના કારણે બાળકો ખુલ્લામાં ઝાડનીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર છે.