
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના ચેરાપુંજી તરીકે ઓળખાતા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા જૂન માસથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ અને વાવાઝોડાને કારણે વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામા વૃક્ષો અને ઝાડી ઝાંખરા પડવા, ભૂસ્ખલન થવુ, તેમજ માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગો/પુલોને થતુ નુકશાન પૂર્વવત કરવા રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરતપણે સતત કામગીરી હાથ ધરવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે, જૂન-૨૦૨૫થી જિલ્લાના અસરગ્રસ્ત તમામ રસ્તાઓ પર સમારકામ શરૂ કરી દેવામા આવ્યુ છે. આ કામગીરીમા અત્યાર સુધી કુલ ૫૧૦ ક્યુબિક મીટર કોલ્ડ મિક્સ મટિરિયલ, ૯૦ ક્યુબિક મીટર ગ્રેન્યુલર સબ-બેઝ મટિરિયલનો ઉપયોગ કરવામા આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા હાથ ધરવામા આવેલી માર્ગ સુધારણા અને સમારકામની આ કામગીરીથી જિલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા વાહનચાલકો અને પર્યટકોને સુરક્ષિત, સરળ, અને સુગમ મુસાફરીનો અનુભવ થઈ રહ્યો છે.




