GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે મુલાકાત લીધી

TANKARA:ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં
100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સે મુલાકાત લીધી

 

 

ગુજરાતની પ્લાટુન દ્વારા અમદાવાદ 100 વાહીની દુત બટાલિયન રેપીડ એક્શન ફોર્સે અમદાવાદ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાતના એક પ્લાટુન રાતુલદાસ કમાન્ડર, 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સના માર્ગદર્શનમાં મોરબીમાં તારીખ 26 માર્ચ થી તારીખ 31 માર્ચ સુધી અશોકકુમાર શર્માના નેતૃત્વમાં પરિચય અભ્યાસ હેતુ મોકલવામાં આવ્યા હતા.


આ પરિચિત અભ્યાસનો હેતુ નિયુક્ત પ્લાટુનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની જાણકારી મેળવી જિલ્લાના વિસ્તારના વરિષ્ઠ નાગરિકો, સમાજસેવકો અને મહાનુભાવો સાથે ગોષ્ઠી કરી અને ભૂતકાળમાં બનેલા રમખાણો અને અન્ય ગતિવિધિઓ અંગે માહિતી મેળવી મુખ્ય બાબતો થી વાકેફ થઈ થવાનું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય માણસ પોલીસને મિત્ર ગણી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતી સલામતી સભર વાતાવરણ બન્યું રહે એ દિશામાં માર્ચ યોજી હતી આ તકે ટંકારા થાણા અમલદાર કે એમ છાસિયા, ટંકારા પોલીસ ટિમ સહિતના જવાનો જોડાયા હતા

Back to top button
error: Content is protected !!