MORBI:મોરબી વાવડી રોડ પર મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, ૧૧ મહિલાઓ ₹૩૯,૧૦૦ ની રોકડ સાથે ઝડપાઈ

MORBI:મોરબી વાવડી રોડ પર મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, ૧૧ મહિલાઓ ₹૩૯,૧૦૦ ની રોકડ સાથે ઝડપાઈ
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ માણેક સોસાયટી-૨ માં રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતી ૧૧ મહિલાઓને રોકડ રકમ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વાવડી રોડ પર આવેલ માણેક સોસાયટી-૨ માં ગીરઝાબેન પોપટના રહેણાંક મકાનમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલી ૧૧ મહિલાઓ રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા ૩૯,૧૦૦ ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલ મહિલા આરોપીઓ ૧. ગીરઝાબેન મનસુખભાઈ પોપટ (રહે. વાવડી રોડ, મોરબી) ૨. નીરૂબેન બાબુભાઇ મકવાણા (રહે. મહાવિરનગર, મોરબી) ૩. લીલાબેન ઉર્ફે લતાબેન ગોવીંદભાઈ હરસધીયા (રહે. લાલપર, મોરબી) ૪. મનીષાબેન ઇન્દુલાલ કાનાણી (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોરબી-૨) ૫. ભાવનાબા ભરતસીંહ જાડેજા (રહે. સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી) ૬. હેતલબેન ભુપેન્દ્રભાઈ સિધ્ધપુરા (રહે. ઉમીયાગેટ અંદર, વાવડી રોડ, મોરબી) ૭. જોશનાબેન દશરથભાઈ સાવરીયા (રહે. ઉમા ટાઉનશિપ, મોરબી-૨) ૮. અંજુબા ભરતસીંહ ઝાલા (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી) ૯. સંગીતાબેન રમેશભાઈ કાસુન્દ્રા (રહે. બોનીપાર્ક, મંગલમ હાઇટ્સ, રવાપર રોડ, મોરબી)૧૦. જયશ્રીબા યુવરાજસીંહ ઝાલા (રહે. કાલીકા પ્લોટ, મોમાઈ ડેરી પાસે, મોરબી)આ મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે તમામ ૧૧ મહિલા આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








