MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીવાસીઓ માટે સુવર્ણ તક: પ્રધાનમંત્રી આવાસ યોજના-૨.૦ હેઠળ નવું મકાન બનાવવા મળશે ૪ લાખની સહાય

 

MORBI:મોરબીવાસીઓ માટે સુવર્ણ તક: પ્રધાનમંત્રી આવાસ યોજના-૨.૦ હેઠળ નવું મકાન બનાવવા મળશે ૪ લાખની સહાય

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના-૨.૦ (શહેરી) હેઠળ ઘરના ઘરનું સપનું જોતા નાગરિકો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. યોજનાના ‘બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન’ (BLC) ઘટક અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં સવત્વરે નોંધણી કરાવવા માટે મનપા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કુલ ₹૪ લાખની સહાય ૪ હપ્તામાં મળશે આ યોજના હેઠળ નવું પાકું મકાન બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે. જેમાં:કેન્દ્ર સરકારનો ફાળો: ₹૧.૫૦ લાખ રાજ્ય સરકારનો ફાળો: ₹૨.૫૦ લાખ કુલ મળવાપાત્ર સહાય: ₹૪,૦૦,૦૦૦/- (જે નિયમ અનુસાર ચાર અલગ-અલગ હપ્તામાં ચૂકવવામાં આવશે).કેવું હશે નવું મકાન? (મકાનનાં નિયમો)સરકારની ગાઈડલાઈન અને નેશનલ બિલ્ડિંગ કોડ (NBC) મુજબ લાભાર્થી નીચે મુજબનું મકાન બનાવી શકશે:કાર્પેટ એરિયા: ૩૦ થી ૪૫ ચોરસ મીટર. ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, તેમજ શૌચાલય અને બાથરૂમની પાકી સુવિધા.કોણ લાભ લઈ શકશે? (પાત્રતાના ધોરણો) આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે નીચેની શરતો પૂર્ણ કરવાની રહેશે:૧. અરજદાર મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.૨. અરજદાર પોતાની માલિકીનું કાચું, અર્ધકાચું, જર્જરિત મકાન અથવા ખુલ્લો પ્લોટ ધરાવતા હોવા જોઈએ.૩. પરિવારની વાર્ષિક કૌટુંબિક આવક ₹૩ લાખ સુધીની હોવી જોઈએ.૪. અરજદારે અગાઉ ક્યારેય પણ કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.: મોરબી મહાનગરપાલિકાએ આર્થિક રીતે નબળા અને ઘરવિહોણા પરિવારોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અને વહેલી તકે ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં જોડાઈને પોતાની નોંધણી કરાવી લેવા ખાસ અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!