MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પ

 

MORBI:મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પ

 

વરિયા વિદ્યોત્તેજક મંડળ અને સિવિલ હોસ્પિટલના સહયોગથી 152 બોટલ રક્ત એકત્ર કરાયું

મોરબી : મોરબીમાં સ્વર્ગસ્થ શાંતાબેન મોહનભાઈ બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે વરિયા વિદ્યોત્તેજક મંડળ, બરાસરા પરિવાર અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ સવારે 8 વાગ્યાથી શરૂ થઈને બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો.

 

આ સેવાકાર્યમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના લોકો ઉપરાંત અન્ય રક્તદાતાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કુલ 152 રક્તદાતાઓએ રક્તદાન કરીને 152 બોટલ રક્ત એકત્ર કર્યું હતું અને સદ્ગતને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં સિવિલ હોસ્પિટલમાં રક્તની ખૂબ અછત વર્તાતી હોય છે, ત્યારે આ એકત્ર થયેલું રક્ત ગરીબ દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવશે. સંસ્થા દ્વારા જરૂરિયાતના સમયે રક્તદાન કેમ્પ યોજીને માનવતાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ કેમ્પમાં 52મી વખત રક્તદાન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!