WAKANER:વાંકાનેર: સોના-ચાંદીની દુકાનમાંથી નજર ચૂકવી રૂ. ૧.૮૫ લાખની કિંમતની સોનાની બાલીની ચોરી, બે મહિલા સામે ફરિયાદ નોંધાઈ




WAKANER:વાંકાનેર: સોના-ચાંદીની દુકાનમાંથી નજર ચૂકવી રૂ. ૧.૮૫ લાખની કિંમતની સોનાની બાલીની ચોરી, બે મહિલા સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી સોના-ચાંદીના દાગીનાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે અજાણી મહિલાઓ દુકાનદારની નજર ચૂકવી રૂા. ૧,૮૫,૦૦૦ની કિંમતની સોનાની બાલી (નથડી) ચોરીને ફરાર થઈ ગઈ હતી.

બનાવ અંગે મળતી વિગતો અનુસાર, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સરોડી ગામના વતની અને વાંકાનેર ખાતે આવેલી ‘ખુશાલ જ્વેલર્સ’ નામની દાગીના લે-વેચની દુકાનમાં નોકરી કરતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા (ઉ.વ.૨૨) નામના યુવકે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, દુકાને બે અજાણી મહિલાઓ આવી હતી. આ દરમિયાન બંને મહિલાઓએ વેપારી/કર્મચારીની નજર ચૂકવીને દુકાનમાંથી આશરે ૧૪ ગ્રામ વજનની કુલ ૬૫ નંગ સોનાની બાલી (નથડી), જેની અંદાજિત કિંમત રૂા. ૧,૮૫,૦૦૦ થાય છે, તે ચોરી લીધી હતી અને ત્યાંથી નાસી છૂટી હતી.દુકાનમાં ચોરી થયાનું માલૂમ પડતાં જ કર્મચારી દ્વારા વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અરવિંદભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધીને ચોર મહિલાઓની શોધખોળ હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


