MORBI:મોરબીના ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો
MORBI:મોરબીના ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો
તા. ૦૫-૦૪-૨૦૨૫ ને શનિવાર શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાનાં આમંત્રણને માન આપીને ખાનપર ગામનાં સરપંચશ્રી લીંબડ દિલીપભાઈ, ઉપસરપંચશ્રી ભીમાણી રમેશભાઈ, માજી સરપંચશ્રી ખંતીલભાઈ, SMC અધ્યક્ષશ્રી અમૃતિયા નરેન્દ્રભાઈ , ઉપાધ્યક્ષશ્રી પરમાર રમેશભાઈ, ચાંચાપર CRC Co. શ્રી વંદનાબેન સોનાગ્રા, જાગૃત વાલીશ્રી ઘોડાસરા ભરતભાઈ તથાં શાળાનાં પૂર્વ જ્ઞાનસહાયક શ્રી અદિતીબેન હાજર રહ્યાં હતાં.
આયોજન અનુસાર સર્વ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ ધો. ૭ અને ધો.૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવેલ. ધો. ૮ નાં વિદ્યાર્થિઓ દ્વારા પોતાનાં જૂના સંસ્મરણોને પ્રતિભાવો રૂપે તાજા કર્યા. સંરપંચશ્રી, CRC Co. તથાં શાળાનાં આચાર્યશ્રીએ વિદાન પામનાર વિદ્યાર્થીઓને આશીર્વચનો પાઠવી ભાવી ભણતર વિશે માહિતી આપી. શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન રૂપે વિદાયપત્ર તથા ભવિષ્યમાં મેળવનાર તમામ ડોક્યુમેન્ટને સાચવી રાખવા ફોલ્ડર ફાઇલ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. ધો.૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાને પણ ભેટ આપેલ. જે બદલ શાળા પરિવાર તેમને કાયમ યાદ કરશે.
કાર્યક્રમને અંતે તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા શાળાનાં MDM નાં સંચાલકશ્રી વાઘેલા જગદીશભાઈ તરફથી કરવામાં આવેલ. જેનો તમામે આનંદ માણ્યો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં સિનીયર શિક્ષકશ્રી ચિકાણી રમણીકલાલ ડી. દ્વારા કરવામાં આવેલ.
કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાનાં આચાર્યશ્રી સાવરિયા ઈશ્વરલાલ કલાભાઈએ શાળાનાં શિક્ષકશ્રી ચિકાણી રમણીકલાલ , ગોસાઈ રોહિતભાઈ , દેવમુરારી હીનાબેન, રાજપરા ભગવતીબેન, ડૉ. જલ્પાબેન ફુલતરિયા, દલસાણિયા મિનાક્ષીબેન તથાં વિરડા ભાવનાબેનને શુભેચ્છાઓ પાઠવી.