દિવાળી વેકેશન પરિપત્રના અનાદર ની નોટિસથી બચવા મોરબીની મોટી સ્કૂલે અજમાવ્યો નવો નુસખો.
શાળામાં હાજર રહેલ તમામ વિદ્યાર્થીઓ પાસે પોતે જાતે સ્કૂલે આવે છે તેવા લખાણો વાલીની મંજૂરી વગર લખાવ્યા.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી પહેલા દિવાળી વેકેશન અંગેનો સરકારી પરિપત્ર જાહેર કરેલ જેમાં તારીખ 28-10-2024 થી 17-11-2024 સુધી શાળાઓ દિવાળી વેકેશન નિમિત્તે બંધ રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવેલ પરંતુ શાળાઓ આ પરિપત્ર નું અનાદર કરીને તારીખ 11-11-2024 ના રોજ થી શાળાઓ શરૂ કરી દીધેલ, જે અંગે વાત્સલ્યમ્ સમાચાર દ્વારા સતત ત્રણ દિવસ સુધી સમાચાર પ્રસિદ્ધ કરાતા અંતે આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શરૂશાળાઓને બંધ કરવામાં આવી અને શાળાઓને નોટિસ પાઠવવામાં આવી જે નોટિસથી બચવા માટે મોરબીની ખ્યાતનામ શાળા દ્વારા નોટિસ અને સરકારી પગલાઓથી બચવા માટે નવો નુસખો અજમાવ્યું જેમાં કોઈ પણ વાલીઓને જાણ કર્યા વગર વિદ્યાર્થીઓ પાસે વિશ્વ ઘોષણા લખાણ લખાવી અને સહી કરાવવામાં આવી અને જે વિદ્યાર્થીએ વિરોધ કર્યો તેઓને સ્કૂલ બહાર કાઢવાની ધમકી પણ આપવામાં આવી તેવા સમાચાર મળી રહ્યા છે.
વિદ્યાર્થીઓ પાસે વાલીની મંજૂરી વગર નીચે મુજબનું લખાણ લખાવવામાં આવ્યું અને સાથે સહી કરાવવામાં પણ આવી.
હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અમારી શાળામાં વેકેશન છે. પરંતુ ધોરણ 10 ની વાર્ષિક પરીક્ષા વહેતી હોવાથી મને રરિચ્છક રીતે પુનરાવર્તન થઈ શકે તેવા હેતુથી હું શાળાએ આવેલ છું.
શાળા દ્વારા તમામ દોષનો ટોપલો વિદ્યાર્થીઓ પણ નાખવા માટેનો પ્રયત્ન કરેલ છે જે અંગે ખરેખર વાલીઓએ જાગૃત થવાની ખૂબ જરૂર છે.