MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વીસીપરામાં કૌટુંબિક મનદુઃખમાં યુવક પર હેલ્મેટ વડે જીવલેણ હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

MORBI:મોરબીના વીસીપરામાં કૌટુંબિક મનદુઃખમાં યુવક પર હેલ્મેટ વડે જીવલેણ હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના વીસીપરા વિસ્તારમાં કૌટુંબિક મનદુઃખનો ખાર રાખીને એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, વીસીપરાની મદીના સોસાયટીમાં રહેતા મહેબુબભાઈ ઈકબાલભાઈ ભટ્ટી (ઉ.વ. ૨૭) એ તે જ વિસ્તારમાં રહેતા આરોપી શાહરૂખભાઈ જુસબભાઈ સંધવાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના મોટાબાપુના દીકરાની પત્ની છેલ્લા સાતેક મહિનાથી રિસામણે બેઠી છે, જે આરોપીની બહેન થાય છે. આ બાબતનો ખાર રાખીને આજે વહેલી સવારે આરોપી શાહરૂખે પોતાનું સ્કૂટી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મહેબુબભાઈના મોટરસાયકલ પાછળ ભટકાવ્યું હતું, જેથી તેઓ નીચે પડી ગયા હતા.

અકસ્માત બાદ મહેબુબભાઈએ આરોપીને ‘સ્કૂટી ધીમે ચલાવ’ તેમ કહેતા જ આરોપી શાહરૂખ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે બિભત્સ ગાળો આપીને પોતાના હાથમાં રહેલા હેલ્મેટ વડે મહેબુબભાઈના માથાના ભાગે બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આરોપી વિરૂદ્ધ કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!