MORBI:મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

MORBI:મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો વાસુભાઈ ભરતભાઈ લાખતરીયા પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો છે.બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની કુલ 75 બોટલ (કિંમત રૂ. 17,600) નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો છે.રેઇડ દરમિયાન આરોપી વાસુભાઈ લાખતરીયા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.








