GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના મીતાણામાં આંગણવાડી નજીક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે સામે ગુનો નોંધાયો

TANKARA:ટંકારાના મીતાણામાં આંગણવાડી નજીક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે સામે ગુનો નોંધાયો

 

 

ટંકારા તાલુકાના મીતાણા ગામે પોલીસે બાતમીના આધારે આંગણવાડી પાસે આવેલ એક મકાનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મીતાણા ગામે આંગણવાડી પાસે આવેલા એક મકાનમાં રેઇડ પાડવામાં આવી હતી. મકાનની તલાશી લેતા ત્યાંથી ‘ALL SEASONS’ બ્રાન્ડના ૩૯ ચપલા (કિંમત રૂ. ૫,૪૬૦/-) તથા ‘8 PM SPECIAL RARE’ બ્રાન્ડના ૫ ચપલા (કિંમત રૂ. ૬૨૫/-) મળી કુલ ૪૪ નંગ ઇંગ્લિશ દારૂના ચપલા (કુલ કિંમત રૂ. ૫,૯૬૦/-)નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે પોલીસે કબ્જે કર્યો છે.આ રેઇડ દરમિયાન દારૂનો જથ્થો રાખનાર આરોપી જયદિપ બાબુભાઈ બસીયા અને સંજયભાઈ ગેલાભાઈ બસીયા (બંને રહે. મીતાણા ગામ, તા. ટંકારા) સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. ટંકારા પોલીસે બંને ફરાર આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!