MORBI:મોરબીના વનાળીયા ગામની સીમમાંથી સબમર્સિબલ મોટરના વાયરની ચોરી: ૧૪૭ મીટર કેબલ કાપી તસ્કરો ફરાર

MORBI:મોરબીના વનાળીયા ગામની સીમમાંથી સબમર્સિબલ મોટરના વાયરની ચોરી: ૧૪૭ મીટર કેબલ કાપી તસ્કરો ફરાર
મોરબી તાલુકાના વનાળીયા ગામની સૈડવા પાટી સીમમાં નદીના પટ પાસે આવેલા ખેતરોમાં અજાણ્યા તસ્કરોએ ત્રાસ વર્તાવ્યો છે. ખેડૂતોની સબમર્સિબલ મોટરના વાયરો ધારદાર હથિયારથી કાપીને રૂ. ૧૦,૨૯૦ની કિંમતનો ૧૪૭ મીટર કોપર વાયર ચોરી જતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, વનાળીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા ૬૦ વર્ષીય સુમારભાઈ જુસબભાઈ સુથાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, ફરીયાદી તથા અન્ય ખેડૂતોની સૈડવા તરીકે ઓળખાતી સીમમાં સિંચાઈ માટે નદીના પટમાં મુકેલી પાણીની મોટરના કેબલ વાયર તેમજ ગામની દરગાહ બહાર મુકેલી મોટરના કોપર કેબલ વાયર અજાણ્યા તસ્કરો મૂળમાંથી કાપીને નુકસાન પહોંચાડી ચોરી ગયા છે.
તસ્કરો કુલ ૧૪૭ મીટર કોપર કેબલ વાયર (અંદાજિત કિંમત રૂ. ૧૦,૨૯૦) ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ખેડૂતની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને ચોર ઈસમોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








