HALVAD:હળવદના કડીયાણા ગામ પાસે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

HALVAD:હળવદના કડીયાણા ગામ પાસે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની કાર્યવાહી
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે લાલ આંખ કરી છે. હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાંથી વાડીની ઓરડીમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, કડીયાણાથી પાંડાતીર્થ જવાના રસ્તા પર આવેલી વાડીની ઓરડીમાં વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે.
બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો.મુદ્દામાલ અને આરોપીની અટકાયત દરોડા દરમિયાન વાડીની ઓરડીમાંથી: વિદેશી દારૂની બોટલ: ૧૧ નંગ કુલ કિંમત: ₹૨૩,૫૭૭ નો મુદ્દામાલ ઝડપાયેલ આરોપી: લાલજીભાઈ કાનજીભાઈ કોળી (ઉંમર વર્ષ ૨૦, રહે. કડીયાણા)પોલીસે આરોપીની સ્થળ પરથી જ અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.







