
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે. બંને ટીમો પહેલીવાર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાઈ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ 19 ઓવરમાં માત્ર 159 બનાવીને ઓલઆઉટ થઈ છે. આમ, ભારતીય T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બની છે.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. ત્યારે ભારતે ફાઈનલ મુકાબલામાં ઈતિહાસ રચી દીધો છે. પહેલીવાર T20 વર્લ્ડ કપ ફાઈનલ મુકાબલામાં સૌથી મોટો સ્કોર બન્યો છે. આ અગાઉ T20 વર્લ્ડ કપ 2024માં ભારતનો જ હાઈએસ્ટ સ્કોર 176 રન હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા છે. ભારતે ન્યૂઝીલેન્ડને 256 રનનો ટાર્ગેટ આપ્યો છે. જણાવી દઈએ કે, સૌથી વધુ સંજૂ સેમસને 89 રન ફટકાર્યા છે. જ્યારે અભિષેક શર્માએ 52 અને ઈશાન કિશને 54 રન બનાવ્યા છે. આ સિવાય શિબમ દુબેએ 26, હાર્દિક પંડ્યાએ 18 રનની ઈનિંગ રમી છે. ભારતીય ટીમે આ સિવાય વધુ એક ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમના પહેલા ત્રણેય બેટરે ફિફ્ટી ફટકારી છે.
અભિષેક શર્માએ ટી20 વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં અનેક રેકોર્ડ બનાવ્યા. તેણે ન્યુઝીલેન્ડ સામે 21 બોલમાં 52 રનની વિસ્ફોટક ઇનિંગ દરમિયાન અનેક રેકોર્ડ બનાવ્યા. આ મેચમાં તેણે ફક્ત 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. જાણો અંતિમ મેચમાં અભિષેકે કયા 3 રેકોર્ડ તોડ્યા. અભિષેક 21 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો.
અભિષેક શર્માએ 18 બોલમાં અડધી સદી પૂરી કરી. તે ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં અડધી સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. તેણે દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેનનો રેકોર્ડ તોડ્યો, જેમણે 2024ના વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામે 23 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની આ ફાઇનલ મેચમાં સંજુ સેમસન અને અભિષેક શર્માએ મળીને પાવરપ્લેમાં 92 રન બનાવ્યા. આ ટી20 વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. અભિષેકે પહેલા છ ઓવરમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. અગાઉ વેસ્ટ ઈન્ડિઝે પણ વર્લ્ડ કપ મેચના પાવરપ્લેમાં 92 રન બનાવ્યા હતા, પરંતુ તેમણે માત્ર એક વિકેટ ગુમાવ્યા બાદ આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે ટીમ ઈન્ડિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના આમ કર્યું હતું.
અભિષેક શર્માએ 18 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી, જે ટી20 વર્લ્ડ કપ ઇતિહાસમાં ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. વર્લ્ડ કપમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે, જેણે 12 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. કેએલ રાહુલે પણ વર્લ્ડ કપમાં 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. અભિષેકે હવે તેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.








