WAKANER:વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા સૌપ્રથમ વખત તૈયાર થયેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરતા ચેરમેન જિજ્ઞાસાબેન મેર

WAKANER:વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા સૌપ્રથમ વખત તૈયાર થયેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરતા ચેરમેન જિજ્ઞાસાબેન મેર
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે તાલુકા પંચાયત દ્વારા સૌ પ્રથમ વખત તૈયાર થતાં ક્રિકેટ ગ્રાઉન્ડનું આજ રોજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામ ખાતે સૌપ્રથમ વખત તાલુકા પંચાયત હસ્તક અંદાજિત ૧૧.૨૦ લાખના ખર્ચે તૈયાર થતા પીચના કેન્દ્રથી બાઉન્ડ્રી સુધી ૬૦ મીટર ધરાવતું અને પીચ સહિત ૧૨૦ મીટરના વ્યાસ ધરાવતું ક્રિકેટ ગ્રાઉન્ડ અને રોડના કામ નું લોકાર્પણ તાલુકા પંચાયતના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું. સાથે તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ, Er સમીરભાઈ, ઠીકરીયાળા ગામના સરપંચ પુત્ર પ્રવિણભાઈ હકાભાઈ માંડાણિ, પોપટભાઈ માલકિયા, કેવલભાઈ નાકીયા, સુનીલભાઈ નાકિયા, જિજ્ઞેશભાઈ નાકીયા, જગદીશભાઈ ચૌહાણ, હિતેશભાઈ આહિર ઉપરાંત ઠીકરીયાયાળા સહિત ચાર ગામના બહોળી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓની ઉપસ્થિતમાં Er સમીરભાઇએ ટોશ ઉડાળી વિવિધ ટીમો દ્વારા ક્રિકેટ રમવાની શરૂઆત કરવામાં આવી હતી. ઠીકરીયાળા સહિત આજુબાજુના ગામના ક્રિકેટ પ્રેમીઓએ આ તકે ફટાકડા ફોડીને જીજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્ત કર્યો હતો.











