હાલોલ બસસ્ટેન્ડ પાસે આવેલ અયોધ્યા પુરી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહનું સમાપન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૧૦.૨૦૨૪
હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ અયોધ્યા પુરી ગ્રાઉંડ ખાતે શ્રી હાલોલ સ્ત્રી સમાજ, શ્રી વલ્લભ મંડળ દ્વારા આયોજીત 5 મી ઓક્ટોબરથી આરંભ થયેલ શ્રીમદ્દ ભાગવત સત્સંગ મહોત્સવ માં વૈષ્ણવ સમાજ ના યુવા પ્રણેતામૂર્તિ આચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી ( કડી,અમદાવાદ ) માં સ્વમૂખે અલૌકિક મહોત્સવ સપ્તાહના બીજા દિવસે શ્રીમદ્દ ભાગવતજી નો દ્રિતીય અને તૃતીય સ્કંધ જીણવટ પૂર્વક ઉપસ્થિત વૈષ્વઓને સરળતાથી સમજાય તેવી શૈલીમાં જુદા જુદા દ્રષ્ટાંતો આપી માહત્મ્ય સમજાવતા કથાનું રસપાન કરાવતા કથા મંડપ વ્રજમય, ગોકુલ મય બની ગયું હતું.અને જાણે વ્રજ પરિક્રમા કરતા હોય તેવો ભાવ વૈષણવો માં જોવા મળ્યો હતો.છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો હાલોલ નગર સહીત પંથકમાંથી બહાર ગામ થી પણ મોટી સંખ્યામાં વૈષણવો કથાનું રસપાન કરવા ઉમટી પડ્યા હતા.યોજાયેલ કથામાં શ્રીમદ્દ ભાગવત માહાત્મ્ય નૃસિંહ જન્મ કૃષ્ણ જન્મ નંદમહોત્સવ ગોવર્ધન પૂજા અન્નકૂટ રૂક્ષમણી વિવાહ વિગેરે વિષે તેનું માહત્મ્ય નું રસપાન જીણવટભર્યું સમજાવતા સૌ વૈષ્ણવો ભક્તિમય વાતાવરણ માં ડૂબી ગયા હતા.આ ઉપરાંત કથા વિરામ બાદ રાત્રે વિવિધ ધાર્મિક કાર્યકમો યોજાયા હતા.જેને લઇ મોટી સંખ્યામાં વૈષ્ણવો ને આ દિવ્ય મહોત્સવનો લાભ લીધો હતો.સપ્તાહ ના છેલ્લે દિવસે કથા વિરામ બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોએ મહા પ્રસાદીનો લાભ લીધો હતો. સપ્તાહનું આયોજન કરનાર મનોરથી શર્મિષ્ઠાબેન તલાટી વિનોદિનીબેન શાહ.રાકેશભાઈ તલાટી સમીરભાઈ શાહ, સ્ત્રી સમાજ હાલોલ ના ઓએ યોજાયેલ ભાગવત સપ્તાહમાં ભાગ લઈ સહભાગી બનતા સૌ વૈષ્નવોનો આભાર વ્યક્ત કર્યો હતો.













