MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં અરેરાટી: ટીંબડી પાટીયા પાસે પેકેજીંગ કારખાનાના લેબર ક્વાર્ટરમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું 

 

MORBI:મોરબીમાં અરેરાટી: ટીંબડી પાટીયા પાસે પેકેજીંગ કારખાનાના લેબર ક્વાર્ટરમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

 

 

મોરબીના ટીંબડી પાટીયા નજીક આવેલી એક પ્રિન્ટ પેકેજીંગ કંપનીના લેબર ક્વાર્ટરમાં એક શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે આવેલી ‘નચિકેતા પ્રિન્ટ પેકેજીંગ’ નામની કંપનીના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા સંજીતકુમાર રામસુરત રાય (ઉંમર વર્ષ ૨૮) નામના શ્રમિકે કોઈ અજ્ઞાત કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.: ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.મોરબી તાલુકા પોલીસે આ મામલે હાલ પૂરતી અકસ્માત મોતના (અ.મોત) ગુના તરીકે નોંધ કરીને, યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!