MORBI:મોરબીના નવાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં બઘડાટી બોલી છુટા હાથી લાકડી ધોકા નો ઉપયોગ થયો એક યુવાન લોહી લુહાણ

MORBI:મોરબીના નવાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં બઘડાટી બોલી છુટા હાથી લાકડી ધોકા નો ઉપયોગ થયો એક યુવાન લોહી લુહાણ
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
આજે સાંજે મોરબીના નવા બસ સ્ટેન્ડ નાં દરવાજા પાસે જાહેરમાં કાયદો નેં વ્યવસ્થા નાં ચીંથરા ઉડતા હોય તેમ કેટલાક લોકો એ જાહેરમાં બખેડો કર્યો હતો અને છૂટથી લાકડી ધોકા નો માર મારતાં એક યુવાન ઘાયલ થઈ ગયો હતો. આ બાબતે વાત કરીએ તો ઘણા સમયથી મોરબીમાં કંઈક ને કંઈક એવી ઘટનાઓ ઘટે છે જેનાથી પોલીસની ઈમેજ ઘટે છે. ત્યારે આજે સાંજે ૬-૦૦ વાગ્યા નાં અરસામાં નવા બસ સ્ટેન્ડ નાં દરવાજા પાસે બે મહિલાઓ સહિત બે યુવાનો લાકડી નાં ધોકા થી એક યુવાનને ધોકાવી રહ્યા હતા અને યુવાન લોહીલોહાણ થઈ ગયો હતો જાહેર માં બખેડો કરતા લોકો ભેગા થઇ ગયા હતા ત્યારે જાહેરમાં બખેડો કરતા લોકો વીખેરાઇ ગયા હતા. પરંતુ પોલીસની ધાક ઓસરી ગઇ છે તેવી અહીં એકત્ર થયેલા લોકોમાં ચર્ચા થઈ રહી હતી.







