MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કંડલા બાયપાસ પર સ્કાય મૂન સ્પાના સંચાલક સામે ગુનો દાખલ: કર્મચારીઓની પોલીસ નોંધણી ન કરાવતા કાર્યવાહી

 

MORBI:મોરબીના કંડલા બાયપાસ પર સ્કાય મૂન સ્પાના સંચાલક સામે ગુનો દાખલ: કર્મચારીઓની પોલીસ નોંધણી ન કરાવતા કાર્યવાહી

 

મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ પર આવેલા પિત્રુ કૃપા શોપિંગ સેન્ટરમાં કાર્યરત ‘સ્કાય મૂન સ્પા’ના સંચાલક સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મોરબી એસ.ઓ.જી. (SOG) ટીમ પેટ્રોલીંગ અને ચેકિંગમાં હતી તે દરમિયાન પિત્રુ કૃપા શોપિંગના પહેલા માળે આવેલ સ્કાય મૂન સ્પામાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સ્પાના સંચાલક ત્રિલોકભાઈ ઈશોરભાઈ પાલી (રહે. ઓમકાર રેસિડેન્સી, લીલાપર રોડ, મોરબી) દ્વારા સ્પામાં કામ કરતી બે મહિલા સ્પા વર્કરના નિયમ મુજબના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા ન હોવાનું બહાર આવ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા સ્પા પાર્લર અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, સ્પામાં કામ કરતા તમામ કર્મચારીઓની માહિતી અને પોલીસ નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ જાહેરનામાના ઉલ્લંઘન બદલ સંચાલક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!