GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના ભલગામડા ગામે માર્ગે ચાલવા બાબતે આઘેડને આઠ શખ્સોએ માર માર્યો

Halvad:હળવદના ભલગામડા ગામે માર્ગે ચાલવા બાબતે આઘેડને આઠ શખ્સોએ માર માર્યો

 

 

હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા ખેડૂત વિહાભાઈ જલાભાઈ ધ્રાંગીયા ઉવ.૪૫ તેમજ તેમનો પુત્ર વિપુલ ગઈકાલે તા.૧/૧૦ના રોજ પોતાના ખેતરે હોય બાદ સવારના વિપુલભાઈ ટ્રેક્ટરમાં મજૂરો લઈને ખેતરે આવ્યો હતો. ત્યારે પાડોશી ખેતરવાળા ઇન્દ્રજીતભાઈ ભાટીયા ઉપરોક્ત ખેતરે આવીને કહેવા લાગ્યા કે તમને ના પાડી છે કે આ માર્ગે તમારે નહીં ચાલવાનું તો પણ તમે ત્યાં ચાલો છો તેમ કહી બંને પિતા-પુત્રને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને કહ્યું કે બીજા માણસો બોલાવી આજ તમને બંનેને મારી નાખવા છે તેમ ધમકી આપતા બંને પિતા-પુત્ર ખેતરેથી પોતાના ઘરે ચાલ્યા ગયા બાદ વિહાભાઈ પોલીસ ફરિયાદ કરવા તેમના ભત્રીજાની સાથે બાઇક ઉપર જઈ રહ્યા હોય ત્યારે ઇન્દ્રજીતભાઈ ભાટીયા સહિત આઠ શખ્સોએ ભલગામડાની સીમમાં વિહાભાઈને રોકી ગાળો આપી લોખંડના પાઇપ વડે પગમાં મૂંઢ ઇજા કરી હતી ત્યારે દેકારો થતા તમામ આરોપીઓ નાસી ગયા હતા.

જેથી ઉપરોક્ત બનાવ બાદ વિહાભાઈએ હળવદ પોલીસ મથકમાં આરોપીઓ ઈંદ્રજીતભાઈ પચાણભાઈ ભાટીયા, યુવરાજભાઈ પચાણભાઈ ભાટીયા, પ્રવિણભાઇ બનેસંગભાઇ ભાટીયા, ગણપતભાઇ ઘનશ્યામભાઇ ભાટીયા, મહાવીરભાઇ ઉર્ફે મુનો નારાયણભાઇ ભાટીયા, ઉમેદભાઇ પ્રવિણભાઇ ભાટીયા રહે બધા ગામ ભલગામડા તથા આરોપી જયપાલભાઇ કાળુભાઇ ભાટીયા રહે-ઘનશ્યામપુર તા-હળવદ તેમજ એક અજાણ્યો ઇસમ એમ કુલ આઠ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!