GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના હમીરપર પાટિયા નજીકથી બાઈક પર દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો, સાથી ફરાર

 

TANKARA:ટંકારાના હમીરપર પાટિયા નજીકથી બાઈક પર દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો, સાથી ફરાર

ટંકારા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને હમીરપર ગામના પાટિયા નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો અન્ય એક સાથીદાર ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ અને બાઈક મળીને કુલ રૂ. ૧૩,૨૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 



ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે હમીરપર ગામના પાટિયા નજીક આવેલી પવનચક્કી વાળી ધાર પાસેના કાચા રસ્તા પરથી નંબર પ્લેટ વગરના કાળા રંગના બાઈક પર બે શખ્સો વિદેશી દારૂ લઈને પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાઈકને અટકાવીને તપાસ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન બાઈકમાંથી ૧૮૦ એમ.એલ.ના વિદેશી દારૂના ૧૯ ચપલા (કિંમત રૂ. ૩,૨૩૦) મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી બાઈક ચાલકની ધરપકડ કરી હતી: ઝડપાયેલ આરોપી: જેંતો ઉર્ફે જેંતી દીતુદીયા ધાણક (ઉં.વ. ૨૦, રહે. હમીરપર ગામની સીમ, ટંકારા / મૂળ અલીરાજપુર, મધ્યપ્રદેશ).
​ફરાર આરોપી: લખન ઉર્ફે લક્કડીયા ભાઈ મોહનભાઈ ધાનક (રહે. હમીરપર ગામની સીમ, ટંકારા / મૂળ છોટાઉદેપુર).
​પોલીસે રૂ. ૩,૨૩૦નો દારૂ અને રૂ. ૧૦,૦૦૦ની કિંમતનું મોટરસાયકલ મળી કુલ રૂ. ૧૩,૨૩૦નો મુદ્દામાલ કબ્જે કરીને બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!