GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેરના મુનનગર ચોક પાસે જાહેરમાં ઝઘડો કરી રહેલ બે ભાઈઓને અટકાવવા ગયેલ વૃદ્ધને માર માર્યો

MORBI:મોરબી શહેરના મુનનગર ચોક પાસે જાહેરમાં ઝઘડો કરી રહેલ બે ભાઈઓને અટકાવવા ગયેલ વૃદ્ધને માર માર્યો

 

 

મોરબીના મુનનગર ચોક પાસે ગત તા.૦૭/૧૧ના રોજ ઝઘડાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પાનની દુકાને ઉભેલા ફરીયાદી રાજેન્દ્રભાઇ મોહનભાઇ દેત્રોજા ઉવ.૬૦ રહે. ન્યુ ચંદ્રેશનગર મોરબી પર બે આરોપીઓએ હુમલો કર્યો હતો.

ફરીયાદ મુજબ, આ સમયે આરોપીઓ વિજયભાઇ અને પીયુષભાઇ ત્રીભુવનભાઇ સવસાણી (બંને રહે: શિવમ એપાર્ટમેન્ટ, રવાપર ઘુનડા રોડ ક્રિષ્ના સ્કૂલ પાસે મોરબી) પોતાના પત્નીઓ સાથે જાહેરમાં બોલાચાલી કરી રહ્યા હતા. ત્યારે ફરીયાદી રાજેન્દ્રભાઈએ તેમને સોસાયટીમાં ઝઘડો ન કરવા કહેતા બંને ભાઈઓને સારું નહીં લાગતા રાજેન્દ્રભાઈને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો મૂંઢમાર મારવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર બનાવ અંગે રાજેન્દ્રભાઇ દ્વારા બંને આરોપીઓ સામે એ ડીવીઝન પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!