રક્ષાબંધન એ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે. જેમાં બહેન ભાઈ માટે રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય ની કામના કરે છે. આ સંદર્ભે આજ રોજ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના બાલ વાટિકા, ઇંગ્લિશ મીડિયમ , શ્રીમતી સાળવી પ્રા.શાળાના ધો. ૧ થી ૫ વિભાગ, અને ધો. ૬ થી ૮ વિભાગ ખાતે નાના ભૂલકાઓ દ્વારા ભાઈ બહેન હર્ષભેર રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકો ને કુમકુમ તિલક ,ચોખા લગાવી રેવડી થી મોં મીઠું કરાવી બહેન દ્વારા ભાઈ ને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઇંગ્લિશ મિડીયમ નાં આચાર્યા હેતલબેન રાવલ, ધો.૧ થી ૫ નાં આચાર્ય મહેશભાઈ પટેલ, ધો.૬ થી ૮ નાં આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, ઉપાચાર્યાં રંજનબેન પટેલ, બાલવાટિકા સુપરવાઈઝર દિપીકાબેન રાવલ અને સ્ટાફ મિત્રોનાં સહયોગ થી કરવામાં આવ્યું હતું.
«
Prev
1
/
164
Next
»
BJP MLA ભાજપના જ સંગઠન સામે ધરણા પર બેઠા, ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ
MORBI Jetpar : ખેડૂતોની ગાંધીગીરી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઇ ગાંઘીનગર તરફ જવા રવાના
એક પિતાના બે જુડવા દીકરા પણ જ્ઞાતી અલગ અલગ..યુવરાજ સિંહે બોગસ જાતિ પ્રમાણપત્રનું કૌભાંડ ખોલ્યું