MORBI:મોરબીમાં મંજુર થયેલા રોડના કામો ચોમાસાની ઋતુ બાદ શરૂ કરાશે :મોરબી નગરપાલિકા
MORBI:મોરબીમાં મંજુર થયેલા રોડના કામો ચોમાસાની ઋતુ બાદ શરૂ કરાશે :મોરબી નગરપાલિકા
મોરબી શહેરમાં હાલ સરકારની જુદી જુદી ગ્રાન્ટમાંથી અલગ અલગ વિસ્તારના ૮ રોડ બનાવવાના કામોને મંજૂરી મળી ગયી છે. જે મુજબ તે રોડના કામો માટે જુદી જુદી એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપવી દેવાયા છે પરંતુ હાલ ચોમાસાની ઋતુને કારણે તેમજ ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ તમામ કામો બે મહિના સુધી સ્થગિત કરવામાં આવ્યા હોવાની મોરબી નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા યાદી જાહેર કરી મોરબીવાસીઓને અવગત કરાયા છે. હાલ રોડ રસ્તા ઉપર પડેલા ખાડા બુરવાની કામગીરી ચાલુ રખાશે તેમ જણાવ્યું હતું.
મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર સરકારની જુદી- જુદી ગ્રાન્ટ અન્વયે શહેરમાં ૮ જેટલા રોડ બનાવવાના કામો મંજુર થયેલ છે અને આ કામની એજન્સીને નગરપાલિકા દ્વારા રસ્તા કામના વર્ક ઓર્ડર પણ આપવામાં આવેલ છે પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ હોય અને શહેર વિસ્તારમાં રવાપર મેઈન રોડ તથા પંચાસર મેઈન રોડ પર સી.સી.રોડનું કામ ચાલુ છે જે ધ્યાને લઈને ટ્રાફીક સમસ્યા ગંભીર ન બને તે ધ્યાને લઈને ચોમાસાની ઋતુ પૂર્ણ થયે આશરે ર(બે) માસ બાદ રસ્તાના કામો જે તે એજન્સી મારફતે ચાલુ થશે.
હાલમાં શહેરમાં ચોમાસાના કારણે મંજુર થયેલ રસ્તા ઉપર ટ્રાફીકને અડચણ હોય તેવા મોટા ખાડાઓ પડેલ હશે તેવા રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા આવા રસ્તાના ખાડાઓનું મરામત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે તેવું નગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.