GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા “આવ્યો માઁ નો રૂડો અંતર્ગત પ્રથમ દિવસે 170 જેટલા દાતાઓને સન્માનિત કરાયા

MORBI:મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા “આવ્યો માઁ નો રૂડો અંતર્ગત પ્રથમ દિવસે 170 જેટલા દાતાઓને સન્માનિત કરાયા

 

 

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા દાતાઓના સન્માન સાથે લોક સાહિત્યનો કાર્યક્રમ યોજાયો

મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઈ.સ.1977 માં કરવામાં આવેલી. જેમાં આ સંસ્થાના સ્થાપક આર્ય પુરુષો અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવેલ હતી. જે આજના સમયે એક વટવૃક્ષ બની ગયેલ છે.
આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે શાળા-કૉલેજો પણ શરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપનાથી કરીને આજ સુધીમાં તમામ સમાજના હજારો દીકરા-દીકરીઓએ શિક્ષણ મેળવ્યું છે. તેમજ પટેલ સમાજની કન્યાઓ માટે છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. પાટીદાર સમાજના ઉદાર અને દિલેર દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સાવ નજીવા દરે ઉમા મેડિકલ, ઉમા લેબોરેટરી, ઉમા ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે જેનો મોરબી અને આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો નાત જાતના ભેદભાવ વગર ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે.
સમાજના વ્યવસાયિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જી.પી.એસ.સી.અને યુ.પી.એસ.સી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પાટીદાર એકેડેમી શરૂ કરવામાં આવેલ છે.


સમય અને સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઇ યુવાનો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થાય એવા હેતુથી સ્કિલ ડેવલોપમેન્ટ માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની બેન્ચ, દિકરીઓ માટે બ્યુટી પાર્લરના વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે.
સામાજિક સેવા ક્ષેત્રે સમાજના મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારની સ્થિતિને નજર સમક્ષ રાખીને આ અદ્યતન ઉમા સંસ્કારધામ ખાતે *’ઉમા આદર્શ લગ્ન’* બેનર હેઠળ આખા વર્ષ દરમિયાન દૈનિક બે લગ્ન થઈ શકે તેવા બે લગ્ન હોલ, 24 રૂમનું અતિથિગૃહ, ઉમા રંગભવન, અન્ય લગ્ન હોલ સહિત ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત મોરબીના પાટીદાર શ્રેષ્ઠીઓના અનુદાનથી હાલ અમદાવાદ-ગાંધીનગર જ્યારે શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાની પાટીદારની દીકરીઓ સુવિધા અને સુરક્ષા સાથે અમદાવાદમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે હેતુસર 36 (છત્રીસ) રૂમની હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે.


સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની આ તમામ સેવાપ્રવૃત્તિઓ માટે જેમની કૃપા,જેમની પ્રેરણા સમાજને સતત મળી રહી છે. જેમને પોતાની પરસેવાની કમાણી માંથી સમાજ માટે ધનરાશી અર્પણ કરેલ છે.એવા 170 જેટલા દાતાઓને ઉમા સંસ્કાર ધામનો ખેસ પહેરાવી સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરાયું હતું ત્યારબાદ લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયાએ પોતાની આગવી શૈલીમાં હાલની સામાજિક સમસ્યાઓને હળવી શૈલીમાં રજૂ કરી લોક સાહિત્યનો રસથાળ પિરસ્યો હતો.

Back to top button
error: Content is protected !!