MORBI:મોરબી પરશુરામ ધામના પ્રમુખ પદેથી ભુપતભાઈની સન્માન સાથે વિદાય
MORBI:મોરબી પરશુરામ ધામના પ્રમુખ પદેથી ભુપતભાઈની સન્માન સાથે વિદાય
ભગવાન શ્રી પરશુરામ ધામ મોરબીના બ્રાહ્મણો તથા અન્ય સમાજ માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે આ સંસ્થાના પ્રમુખ તરીકે સતત 15 વર્ષ શ્રી ભુપતભાઈ પંડ્યાએ સમાજના આગેવાનો સાથે મળી પરશુરામ ધામના વિકાસને વેગવંતો બનાવી તેના માધ્યમથી સતત સમાજને સંગઠીત બનાવવા પ્રયત્ન શીલ રહ્યા છે.
આ દરમિયાન તેઓએ દર રવિવારે મહાપ્રસાદ, કોરોના કેર સેન્ટર, વિવિધ ધાર્મિક આયોજનો તથા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન જેવા સંખ્યાબંધ સફળ કાર્યક્રમો આપ્યા છે. હાલ નાદુરસ્ત તબિયતને લીધે રાજીનામું આપીને પણ તેઓએ પોતાનો યથાયોગ્ય સહકારની ખાતરી આપી હતી. આ તબક્કે રવિવારે તેમના સન્માન કાર્યક્રમમાં સમાજના વિવિધ આગેવાનોએ તેઓને સન્માનિત કરી તેમના કાર્યોને બિરદાવી તેઓ સ્વાર્થમય આયુષ્ય ભોગવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ડો અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા, ડો બી. કે. લહેરુ, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, મુકુંદ ભાઈ જોશી, સુરેશભાઈ જોશી,વિનુભાઈ ભટ્ટ દિપભાઈ પંડ્યા સહિતના અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી ભૂપતભાઈને શુભકામનાઓ પાઠવી હતી.