MORBI:મોરબીના ઘુંટુ ગામે અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી ઝઘડાનો ખાર રાખી બંને પક્ષોએ સામ સામે ફરીયાદ નોંધાવી
MORBI:મોરબીના ઘુંટુ ગામે અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી ઝઘડાનો ખાર રાખી બંને પક્ષોએ સામ સામે ફરીયાદ નોંધાવી
મોરબી તાલુકાના ઘુંટુ ગામે અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી બંને પક્ષો વચ્ચે ઝઘડો થતાં બંને પક્ષો એ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા નીતીનભાઇ ભરતભાઈ લાંબરીયા (ઉ.વ.૨૨) એ આરોપી કાનાભાઇ નવઘણભાઈ કાટોડીયા રહે. ઉંચી માંડલ ગામવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ઘુટુ ગામે રામનગરી સોસાયટીમા લગ્નપંસગે ગયેલ હોય ત્યારે આરોપીએ અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી છરી બતાવી ગાળૉ આપી જપાજપી કરી મુંઢ માર માર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા જોધાભાઈ ઉર્ફે કાનાભાઇ નવઘણભાઈ કાટોડીયા (ઉ.વ.૨૩) એ આરોપી નીતીનભાઇ ભરતભાઈ રહે. ઉંચી માંડલ ગામે તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ઘુટુ ગામે રામનગરી સોસાયટીમા લગ્નપંસગે ગયેલ હોય ત્યારે મોટરસાયકલ લઇને જતા હોય તે વખતે આરોપીએ અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી લાકડી વડે માથાના ભાગે તેમજ પગના ભાગે મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.