BHARUCHBHARUCH CITY / TALUKO

રેશનકાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવા જબુંસર મામલતદાર દ્વારા લોકોને અપીલ કરાઈ

સમીર પટેલ, ભરૂચ

સરકાર દ્વારા રેશન કાર્ડ- ઈ-કેવાયસી ફરજિયાત કરી દીધું છે જેને લઈને જંબુસર મામલતદાર વી.એ. જરીવાલા તથા ઇન્ચાર્જ નાયબ મામલતદાર દર્શના પરમાર અને તમામ એફ પી એસ સંચાલકોએ લોકોને વહેલી તકે રેશનકાર્ડ ઇ-કેવાયસી કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ઈ કેવાયસી એટલે રેશનકાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ,તમામ રેશનકાર્ડ ધારકોએ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઇ કેવાયસી કરી શકે છે. અથવા ગ્રામ્ય સ્તરે ઈ ગ્રામ કેન્દ્રમાં વીસીઈ દ્વારા અથવા શહેરી અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં રૂબરૂ જઈને ઈ કેવાયસી કરી શકાશે, ઇ કેવાયસી કરવા રેશનકાર્ડ નંબર,મોબાઈલ નંબર,અને આધાર નંબરની વિગતો આપવાની રહેશે, તો કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી આપવાની જરૂર નથી તથા બેક એકાઉન્ટની વિગતો આપવાની નથી.રેશનકાર્ડ ધારકે પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં તેમ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!