MALIYA (Miyana):માળીયા-કંડલા હાઈવે પર ભયાનક અકસ્માત: ઊભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતાં રાજસ્થાની ચાલકનું કમકમાટીભર્યું મોત

MALIYA (Miyana):માળીયા-કંડલા હાઈવે પર ભયાનક અકસ્માત: ઊભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતાં રાજસ્થાની ચાલકનું કમકમાટીભર્યું મોત
મોરબી/માળીયા: માળીયા-કંડલા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની એક ઘટના સામે આવી છે. હરીપર ગામ નજીક મીઠાના કારખાના સામે પુરઝડપે જતી એક ટ્રક રોડ પર ઊભેલી અન્ય એક ટ્રક સાથે અથડાતા રાજસ્થાનના ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત માળીયા-કંડલા હાઈવે પર આવેલા ‘એસ.એસ. સોલ્ટ’ નામના કારખાના સામે સર્જાયો હતો. રાજસ્થાન પાસિંગની ટ્રક (નંબર RJ-19-GG-7364) ના ચાલક દેવારામ છોગારામ દારા (ઉંમર વર્ષ ૩૦, રહે. જોધપુર, રાજસ્થાન) પોતાની ટ્રક લઈને જઈ રહ્યા હતા.
માર્ગમાં આગળ બંધ હાલતમાં ઉભેલી ટ્રક (નંબર GJ-12-BV-7191) ના પાછળના ભાગે દેવારામની ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દેવારામને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. દેવારામ છોગારામ દારા (રહે. રામપુરીયા, જી. જોધપુર).
અકસ્માતનું કારણ: ટ્રક ચાલકની પુરઝડપ અને બેદરકારી.
પોલીસ કાર્યવાહી: માળીયા મી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે જામનગરના કાલાવડના ટ્રક ચાલક પંકજભાઈ ગોડંલીયાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક ચાલક વિરુદ્ધ BNS કલમ 281, 106(1) અને એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.









