MORBIMORBI CITY / TALUKO
MORBI:મો૨બીના અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધી ભુગર્ભ ગટર અને નવો રોડ બનાવવા કોંગ્રેસની માંગ
MORBI:મો૨બીના અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધી ભુગર્ભ ગટર અને નવો રોડ બનાવવા કોંગ્રેસની માંગ
મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીનો રસ્તો ખુબ જ બિસ્માર હાલતમાં આવેલ છે. આ રસ્તા ઉપર એસ.ટી. બસ સહિતના વાહનોની ભારે અવરજવર પણ રહે છે. તેમજ ચોમાસા દરમિયાન આ રસ્તામાં ખાડા પડી જાય છે અને જેના કારણે અકસ્માતના પણ બનાવો બનેલ છે.
જે બાબતને લઇ જુના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીના રસ્તામાં ભુગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવા જિલ્લા કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.