MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભાજપમાં ‘પરિવારવાદ અને પુંજીવાદ’ ના પ્રાથમિક પ્રાધાન્ય સાથે મહિલા મોરચાના પ્રમુખો સહિત અનેક દિગ્ગજોના રાજીનામાઓથી ચર્ચાઓએ જોર પકડ્યું.

 

MORBI:મોરબી ભાજપમાં ‘પરિવારવાદ અને પુંજીવાદ’ ના પ્રાથમિક પ્રાધાન્ય સાથે મહિલા મોરચાના પ્રમુખો સહિત અનેક દિગ્ગજોના રાજીનામાઓથી ચર્ચાઓએ જોર પકડ્યું.

 

રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ પૂર્વે જ મોરબી જિલ્લા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. ટિકિટ ફાળવણી અને સંગઠનની કામગીરીથી નારાજ થઈને જિલ્લાના અનેક કદાવર નેતાઓ અને પાયાના કાર્યકરોએ કેસરીયો છેડો ફાડી નાખતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નારાજ કાર્યકરોએ જિલ્લા ભાજપ નેતાગીરી પર ‘પરિવારવાદ’, ‘પુંજીવાદ’ અને ‘પરપક્ષીવાદ’ (આયાતી નેતાઓ) ના ગંભીર અભિપ્રાયક મીડિયા સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આક્ષેપો આકલન કરવામાં આવી રહ્યું છે.

ચૂંટણી પહેલા જ સંગઠનમાં ભડકો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને મહિલા પાંખમાં મોટા પાયે અસંતોષ બહાર આવ્યો છે:સીમાબેન અશોકભાઈ સોલંકી: મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.અલ્પાબેન કક્કડ: મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખે પણ સંગઠન સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું છે.ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર: પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેને પક્ષ સામે બગાવત કરી મોરબી જિલ્લા પંચાયતની ઓટાળા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી પડકાર ફેંક્યો છે.માત્ર શહેર જ નહીં, પરંતુ તાલુકા મથકોએ પણ ભાજપને ફટકો પડ્યો છે:ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહ જાડેજા: ટંકરા તાલુકાના મોરબી સ્ટેટ ભાયત અને આગેવાને પણ પક્ષથી અંતર કરી લીધું છે.અશ્વિનભાઈ (સરપંચ): સાવડી સરૈયા ગામના સરપંચે પણ કાર્યકરોની ઉપેક્ષાનો આરોપ લગાવી રાજીનામું આપ્યું છે.સાગરભાઈ વીડજા: વર્ષ ૨૦૨૨ના પૂર્વ જિલ્લા પંચાયત ઉમેદવાર (કાઠીલા) એ પણ સંગઠન છોડી અપક્ષ કે વિપક્ષના ઉમેદવાર તરીકે ઝંપલાવવાની તૈયારી બતાવી છે.

કાર્યકરોનો આક્રોશ: “કેડર બેઝ પાર્ટી ક્યાં ગઈ?”રાજીનામું આપનાર કાર્યકરોનો મુખ્ય આક્ષેપ છે કે, વિશ્વની સૌથી મોટી અને કેડર બેઝ પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપમાં હવે મોરબી જિલ્લામાં પાયાના કાર્યકરોની કિંમત રહી નથી. જે નેતાઓ અન્ય પક્ષમાંથી આવ્યા છે અથવા જેઓ આર્થિક રીતે સધ્ધર (પુંજીવાદ) છે, તેમને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.પરિવારવાદ: ચોક્કસ નેતાઓના સગા-સંબંધીઓને જ ટિકિટોની લહાણી.પુંજીવાદ: પક્ષ માટે લોહી-પરસેવો પાડનારાઓને બદલે ધનવાન વ્યક્તિઓને મહત્વ.નિષ્ક્રિય નેતાગીરી: જિલ્લાના ઉચ્ચ નેતાઓ સંગઠનને સાચવવામાં અને કાર્યકરોનો વિશ્વાસ જીતવામાં નિષ્ક્રિય સાબિત થયા છે.

સ્થાનિક સ્વરાજ્યની ૨૦૨૬ની આ ચૂંટણીમાં મોરબી ભાજપમાં સર્જાયેલી આ ખેંચતાણ પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. એકતરફ અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે, ત્યારે ભાજપનું મોવડી મંડળ આ ડેમેજ કંટ્રોલ કરવામાં કેવી રીતે સફળ રહેશે તે જોવાનું રહ્યું.

Back to top button
error: Content is protected !!