MORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીના રવાપરમાં ‘વિકાસ’ કે ‘અવ્યવસ્થા’? ધારાસભ્યના કાર્યાલય પાસે જ ગંદકીના સામ્રાજ્યથી લોકોમાં ભારે રોષ

 

MORBI: મોરબીના રવાપરમાં ‘વિકાસ’ કે ‘અવ્યવસ્થા’? ધારાસભ્યના કાર્યાલય પાસે જ ગંદકીના સામ્રાજ્યથી લોકોમાં ભારે રોષ

 


​મોરબી: મોરબીના રવાપર વિસ્તારમાં વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. નવાઈની વાત તો એ છે કે ખુદ ધારાસભ્ય દુર્લભજીભાઈના કાર્યાલયની નજીક જ ગંદકી અને અસ્વચ્છતાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર અને નેતાઓ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. સ્થાનિકો હવે ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે કે, જ્યારે ભાજપના નેતાઓ મત માંગવા આવે છે ત્યારે તેઓ કયા મોઢે વિકાસની વાતો કરે છે? વર્ષોથી ચાલી આવતી આ ગંદકીની સમસ્યાનો ૩૦-૩૦ વર્ષોમાં પણ કેમ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો?


​ગંદકીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય સેવવામાં આવી રહ્યો છે. તંત્રની નિષ્ક્રિયતા હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે માત્ર કાગળ પર વિકાસ બતાવવાને બદલે જમીન પર સ્વચ્છતા લાવવા માટે નક્કર કામગીરી કરવામાં આવે.હવે જોવાનું એ રહે છે કે, લોકોના આ આક્રોશ પછી તંત્ર સફાળું જાગે છે કે પછી પરિસ્થિતિ ‘જસે થી’ જ રહે છે.

Back to top button
error: Content is protected !!