GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સરકારી કચેરીઓ પણ હવે વીજ બિલ મુક્ત થવા ભણી : આગામી સમયમાં સરકારને કરોડો રૂપિયાની થશે બચત

MORBI:સરકારી કચેરીઓ પણ હવે વીજ બિલ મુક્ત થવા ભણી : આગામી સમયમાં સરકારને કરોડો રૂપિયાની થશે બચત

 

 

 

ગુજરાત ઉર્જા વિકાસ નિગમની પહેલ : સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ સિસ્ટમ કરાશે ઈન્સ્ટોલ : સૌરાષ્ટ્રમાં સરકારી ઓફિસોમાં સિસ્ટમ અપનાવાઈ

મોરબી જિલ્લાની કલેકટર – પોલીસ અધિક્ષક સહિતની કચેરીઓમાં સરકારી સોલર રૂફ્ટોપ સિસ્ટમ અપનાવાઈ


ગુજરાતની સરકારી કચેરીઓ પણ હવે વીજ બિલ મુક્ત થવા ભણી છે. જેનાથી આગામી સમયમાં સરકારને કરોડો રૂપિયાની બચત થશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમની પહેલથી સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ થઈ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢમાં મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતમાં, મોરબી જિલ્લાની કલેક્ટર – એસપી સહિતની સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવાઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવ નિર્માણ પામી રહેલા બિલ્ડીંગમાં પણ સોલાર સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. રાજકોટ જિલ્લાની અગિયાર તાલુકા પંચાયતોમાંથી સાત તાલુકા પંચાયતોમાં અને અનેક ગ્રામ પંચાયતોની કચેરીઓમાં સોલાર સિસ્ટમ ઉભી કરાઇ છે.

સુર્ય આધારિત વીજળીઓનો વ્યાપ વધારવા સરકાર દ્વારા અનેક પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી કચેરીઓ, સંસ્થાઓ, મકાનો, ભવનો પર સોલર સિસ્ટમ લગાવવામાં આવે તે માટેના પ્રયાસો સરકાર દ્વારા થઇ રહયા છે. જેથી પર્યાવરણનું રક્ષણ થાય અને કુદરતી સંસાધનોનો વ્યય થતો અટકી શકે. મોરબી જિલ્લામાં પણ કલેક્ટરશ્રી કે.બી.ઝવેરીની નેમ છે કે જિલ્લાની બધી જ સરકારી કચેરીઓ, ઔધોગિક ગૃહો, ધરોમાં સોલાર સિસ્ટમ આવે. મોરબી જિલ્લાની કલેકટર કચેરી, પોલીસ અધિક્ષક સહિતની કચેરીઓમાં સરકારી સોલર રૂફ્ટોપ સીસ્ટમ અપનાવાઇ છે.

ગુજરાત સરકારશ્રીના ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, સોલર રૂફટોપ સિસ્ટમ્સ મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં બેસાડવામાં આવી રહી છે. આ સિસ્ટમ્સ થકી જે સોલાર પાવર (ઇલેક્ટ્રિસિટી) ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ પોતાની કચેરીમાં જ કરવામાં આવે છે. સોલર સિસ્ટમ્સની ક્ષમતા અનુસાર, ૧ કિ.વોટ દીઠ ૧૫૦ ચો.ફૂટ છાયા- રહિત ખૂલ્લી જગ્યા કચેરીની અગાશી ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કચેરીના છેલ્લા વીજ બીલની રકમ સ્થાનિક વીજ વિતરણ કંપનીને કચેરી દ્વારા ચૂકવેલ છે અને કોઇ રકમ વીજ બિલ પેટે ચૂકવવાની રહેતી નથી. તેવું બાંહેધરી પત્રક આપવાનું રહે છે. આ ગ્રાહક નંબરમાં અગાઉ સોલર પાવર પોલીસી- ૨૦૧૫ તથા સોલર પાવર પોલીસી- ૨૦૨૧ પહેલા અથવા ત્યારબાદ સોલર રૂકટોપ સિસ્ટમ લગાડવામાં આવી નથી. તેવી પણ જાણ કરવાની રહે છે.

કચેરીની અગાસી ઉપર બેસાડેલ સોલર રૂફટોપ સિસ્ટમ્સની જરૂરિયાત મુજબ પખવાડિક/ માસિક પાણીથી સાફ સફાઈ કરવાની વ્યવસ્થા કંપની દ્વારા જ કરવામાં આવી છે. સિસ્ટમ્સ કે તેનો કોઈ ભાગ ચોરી થાય કે નુકસાન થાય નહી તેની તકેદારી અને જવાબદારી લેવામાં આવશે અને મેઈન્ટેનન્સની સંપૂર્ણ જવાબદારી જે તે કંપનીની જ રહેશે. તેમજ કોઈ આકસ્મિક નુકશાન થશે તો તેની ભરપાઈ કચેરીએ સ્વખર્ચે કરવાની રહેશે.

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી જેડા ગાંધીનગરની પૂર્વ મંજૂરી સિવાય આ સોલર સિસ્ટમમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવશે નહીં. જો કોઈપણ ફેરફાર કરવાનો થયો તો તે સ્વખર્ચે કરવામાં આવશે. ઉત્પાદક તરફથી મેઈન્ટેનન્સના ૫ વર્ષ સુધી હોવાથી લાભાર્થી તરીકે ગણાય છે અને ત્રિમાસિક અહેવાલ જરૂરી સુચન સાથે પ્રમાણિત કરી આપવામાં આવશે. સોલર પ્રોજેક્ટને ગ્રીડ સાથે જોડવા માટે સ્થાનિક વીજ વિતરણ કંપની સાથે રૂ.૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર કરાર કે જરૂરી દસ્તાવેજો સબંધિત કચેરી દ્વારા કરી આપવામાં આવશે.

ઉત્પાદકને જે તે કચેરી તરફથી સોલર રૂફટોપ સિસ્ટમ્સ ઇન્ટોલેશન (મીટરનું જોડાણ તથા પહેલાનું) અને કમિશનીંગ (મીટરનું જોડાણ તથા પછીનું) પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રોજેક્ટનુ મૂલ્યાંકન જેડા કચેરી કરશે. ઇન્વર્ટરની નજીક ઇન્ટરનેટની સુવિધા અને કનેક્શન પોઈટ જે તે કચેરી તરફથી કરી અપાશે. ૫ વર્ષના મેઇન્ટેન્સનો સમય પૂર્ણ થયે સિસ્ટમની મેઇટેનન્સની વ્યવસ્થા જે તે કચેરીએ સ્વખર્ચ કરવાની રહે છે. ૨૫ વર્ષ સુધી સોલર સિસ્ટમને પાણીથી સાફ કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે કંપનીની રહે છે.

Back to top button
error: Content is protected !!