GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જેલ રોડ પર ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં ઓફિસમાં જુગાર રમતાં પાંચ ઈસમો ઝડપાયા




MORBI:મોરબીના જેલ રોડ પર ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં ઓફિસમાં જુગાર રમતાં પાંચ ઈસમો ઝડપાયા

મોરબીના જેલ રોડ પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે ઓફિસમાં જુગારધામ ચાલતું હોવાથી મોરબી એ ડીવીઝન પોલીસે દરોડા પાડીને પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જેલ રોડ પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ઓફીસ ધરાવતા અનિલભાઈ મુળુભાઈ ગજીયા પોતાની ઓફિસમાં બહારથી માણસો બોલાવીને નાલ ઉધરાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ત્યાં જુગાર રમતા અનિલભાઈ મુળુભાઈ ગજીયા, ઈશ્વરલાલ છગનભાઈ ઠાકોર,અમિતભાઈ ગંગારામભાઈ અગેચાણીયા, ભરતભાઈ હમીરભાઈ નાગલાણી અને રામભાઈ નારણભાઈ રાઠોડને રોકડ રકમ રૂ.૧૦૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે




