MORBI:મોરબીના હળવદ રોડ ઉપર નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની મળેલ મૃતદેહ અંગે વાલી-વારસની શોધખોળ
MORBI:મોરબીના હળવદ રોડ ઉપર નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની મળેલ મૃતદેહ અંગે વાલી-વારસની શોધખોળ
મોરબીમાં અત્રેના હળવદ રોડ ઉપર લાયકોસ સીરામીક કારખાના નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ગઈ તા.૨૫/૦૯ના રોજ આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા પુરુષની કોહવાય ગયેલ લાશ પાણીમાં તરતી હાલતમાં મળી આવેલ હતી. ત્યારે તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્યા પુરુષના મૃતદેહને રાજકોટ પીએમ અર્થે ખસેડવામાં આવેલ, હાલ અજાણ્યા પુરુષનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.
ઉપરોક્ત અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા સહિતની મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે એક પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર અજાણ્યા પુરુષની ઉમર આશરે ૨૫ થી ૩૦ વર્ષની હોય તેમજ શરીરે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું છે. ત્યારે ઉપરોક્ત વિગતો મુજબના અજાણ્યા પુરુષના મૃતદેહ અંગે વાલી વારસ હોય તો મોરબી તાલુજ પોલીસ મથક ટેલિફોન નં.૨૪૨૫૯૨ તથા તપાસ કરનાર આઈએસઆઈ વી.ડી.ખાચર મોબાઇલ નં.૯૫૩૭૮૭૩૭૦૮ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.