GANDHINAGARMORBIMORBI CITY / TALUKO

GUJARAT ગુજરાત પોલીસનો મોટો નિર્ણય: હવે દરરોજ અધિકારીઓ જનતાની ફરિયાદ સાંભળશે, ગાંધીનગર સુધી ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ

 

GUJARAT ગુજરાત પોલીસનો મોટો નિર્ણય: હવે દરરોજ અધિકારીઓ જનતાની ફરિયાદ સાંભળશે, ગાંધીનગર સુધી ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ

 

ગુજરાત પોલીસ પ્રશાસનને વધુ જવાબદાર, પારદર્શક અને જનમૈત્રીપૂર્ણ બનાવવા માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) જી.એસ. મલિક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે રાજ્યના નાગરિકોએ પોતાની નાની-મોટી ફરિયાદો માટે ગાંધીનગર સુધી ધક્કા નહીં ખાવા પડે, પરંતુ સ્થાનિક કક્ષાએ જ તેમની સમસ્યાઓનો ઝડપી નિકાલ કરવામાં આવશે.

DGP જી.એસ. મલિક દ્વારા તમામ પોલીસ યુનિટોને પાઠવવામાં આવેલા આદેશની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

 

દરરોજ ૨ કલાકનો ‘જનસંપર્ક સમય’ : રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને કચેરીઓમાં હવે દરરોજ ફરજિયાત બે કલાકનો “જનસંપર્ક સમય” રાખવામાં આવશે. આ નક્કી કરેલા સમય દરમિયાન નાગરિકો સીધા જ ઉચ્ચ અધિકારીઓને મળીને પોતાની રજૂઆત કરી શકશે. આ માટેનો ચોક્કસ સમય સ્થાનિક પોલીસ કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે.

PI થી લઈને CP-SP સુધીના અધિકારીઓએ હાજર રહેવું પડશે : આ આદેશ અનુસાર, પોલીસ ઇન્સ્પેક્ટર (PI) થી શરૂ કરીને જિલ્લા પોલીસ વડા (SP) અને પોલીસ કમિશનર (CP) કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓએ જનસંપર્કના સમયે ફરજિયાતપણે પોતાની કચેરીમાં હાજર રહીને અરજદારોની ફરિયાદો રૂબરૂ સાંભળવી પડશે.

૧૫ દિવસમાં નિકાલ અને તાત્કાલિક કાર્યવાહી :મહત્વનો નિર્દેશ: સામાન્ય ફરિયાદોનો ૧૫ દિવસની અંદર ફરજિયાત નિકાલ કરવાનો રહેશે. જ્યારે ગંભીર પ્રકારની ફરિયાદો અને ગુનાઓ બાબતે DGPએ તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.

આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ છે કે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા અને શહેર કક્ષાએ જ આવી જાય. સામાન્ય જનતાને ન્યાય મેળવવા માટે ગાંધીનગર વડા મથક સુધી લાંબા ન થવું પડે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

આ નિર્ણયથી પોલીસ અને જનતા વચ્ચેનો સેતુ મજબૂત બનશે અને સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!