GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં બીન અધિકૃત બાંધકામ મોટા માથાના મહાનગરપાલિકા નેં દેખાતા નથી કે દેખવા નથી? કાયદો બધા માટે સરખો છે તો વ્હાલા દવલાની નીતી કેમ?

 

MORBI મોરબીમાં બીન અધિકૃત બાંધકામ મોટા માથાના મહાનગરપાલિકા નેં દેખાતા નથી કે દેખવા નથી? કાયદો બધા માટે સરખો છે તો વ્હાલા દવલાની નીતી કેમ?

 

રીપોર્ટ વાત્સલ્યમ્ સમાચાર મોરબી

 

મોરબી શહેર માં મહાનગરપાલિકા દ્વારા ડીપી મંજૂર ન થાય ત્યાંસુધી બાંધકામ અટકાવવામાં આવ્યા છે પરંતુ તેમાથી મોટા માથા નાં બાંધકામ છેલ્લા વીસ દિવસ થી ચાલી રહ્યું છે અને હાલ બે માળ સુધી બાંધકામ થઈ ગયું છે તેમ છતાં મહાનગરપાલિકા નો એક અધિકારીએ કે કર્મચારી એ આ બાંધકામ અટકાવવા માટે ગયાં નથી કે કોઈ કાર્યવાહી કરી નથી એટલે આ બાંધકામ મહાનગરપાલિકા નેં દેખાતું નથી? કે દેખવું નથી? તેવા સવાલ બુધ્ધિજીવી લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે. મોરબી રવાપર કેનાલ રોડ ઉપર કેપીટલ માર્કેટ ની સામે હાલમાં બાંધકામ દિનરાત ચાલી રહ્યું છે. જ્યાં બાંધકામ થઈ રહ્યું છે તે પ્લોટ રહેણાંક હેતુ નો છે તેવું સ્થાનિક લોકો એ જણાવ્યું છે તો આ બાંધકામ વારો પ્લોટ શરતભંગ પણ થઈ શકે છે . પણ દરેક પ્રકારની કાર્યવાહી જો નાનો માણસ હોત તો મોટી બડકમદારી કરતા કાર્યવાહી કરવા દોડી ગયાં હોત. ભુતકાળમાં આલાપ રોડ ની એક સોસાયટીમાં નાના માણસો નું બે માળનું મકાન નું ડીમોલેશન કર્યું હતું . પણ અહીં તો મોટી લાજ કાઢી રહ્યા છે. જો થોડી ઘણી ઇમાનદારી હોય તો આ થઇ રહેલા બિન અધિકૃત બાંધકામ અટકાવવા માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવે તોજ શહેરીજનો નેં મહાનગરપાલિકા ની કામગીરી પર ભરોસો બેસશે નહીંતર વ્હાલા દવલા ની નીતી છે તેવું કહેતા રહેશે અને બોલતા રહેશે.

Back to top button
error: Content is protected !!