GUJARATMORBIMORBI CITY / TALUKO

GUJARAT – ઓપરેશન ગંગાજળ! વન પર્યાવરણના વધુ ત્રણ ભ્રષ્ટ અધિકારીને પાણીચું!

GUJARAT – ઓપરેશન ગંગાજળ! વન પર્યાવરણના વધુ ત્રણ ભ્રષ્ટ અધિકારીને પાણીચું!

રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી

વર્ગ-૨ અને વર્ગ-૩ નાં હાંકી કઢાયેલા ત્રણેય અધિકારી સામે ખાતાકીય તપાસ!

ભ્રષ્ટાચાર આચરતા અધિકારી અને કર્મચારી વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ અભિયાન હેઠળ સરકાર કડક કાર્યવાહી કરી રહી છે અગાઉ ઘણા નાં વિરુદ્ધ એક્શન લેલાઇ ગયા છે અને હાલમાં રાજ્યમાં વધુ ત્રણ સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવાના આદેશ આપ્યા છે. વર્ગ-ર ના ત્રણ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. વન વિભાગના ત્રણ કર્મચારીઓને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. સરકારી અધિકારી મોહમ્મદ શેખ, કંચનભાઈ બારીયા, રશ્મિન મન્સૂરીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે.વર્ગ-રના અધિકારી મોહમ્મદ શેખ વન વિભાગમાં મદદનીશ વન સંરક્ષક, કંચનભાઈ બારીયા મદદનીશ વન સંરક્ષક અને રશ્મિનભાઈ મન્સૂરી પરી ક્ષેત્ર વન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જો કે આ ત્રણેય અધિકારીઓ વિરૂદ્ધ નિવૃતિ બાદ પણ પડતર ખાતાકીય તપાસ ચાલુ જ રહેશે. હાલમાં આ ત્રણેય અધિકારીઓને તાત્કાલિક અસરથી રાજ્ય સરકારે નિવૃત કર્યા છે. અહીં એ જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં કામ કરતા જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલા નામના અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા હતા. જશવંતસિંહ મગનભાઈ પરમાર નામના અધિકારી વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા હતા તો પ્રદિપભાઈ વજાભાઈ ડામોર નામના અધિકારી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ નામના અધિકારી પણ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં ફરજ બજાવતા હતા. જ્યારે બાબુભાઈ રામાભાઈ દેસાઈ સુજલામ સુફલામ વર્તુળ નંબર-૨ માં મહેસાણામાં ફરજ બજાવતા હતા અને અરવિંદભાઈ ભીખુભાઈ માહલા નામના અધિકારી સુરત હસ્તક ડ્રેનેજ ડિઝાઈન પેટા વિભાગમાં ફરજ બજાવતા હતા. જેમને તાત્કાલિક અસરથી રાજય સરકારે નિવૃત કર્યા હતા. અહીં જણાવી દઈએ કે જણે એક નેં એક બે કર્યા તે બરાબર પણ જેણે એક નેં એક અગિયાર કર્યાં છે તેવાં અધિકારી અને કર્મચારીઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે કેમકે મરી ગયેલાં માણસો નાં નામ હાજરી પત્રકમાં લખીને તેમની હાજરી પુરી નેં સરકારી નાણાં નાં બીલ ચુકવ્યા છે જે નાણા ઉચાપત ગણાય તો આવા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!