GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવણીના ભાગ રુપે ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે આરોગ્ય સેમીનાર નુ આયોજન કરવામાં આવ્યું 

 

MORBI:મોરબીમાં નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવણીના ભાગ રુપે ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે આરોગ્ય સેમીનાર નુ આયોજન કરવામાં આવ્યું

 

તારીખ 1 જુલાઇ ને ભારતભર મા નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામા આવે છે ઉપરોક્ત ઉજવણીના ભાગ રુપે મોરબી મહાનગરપાલિકા તથા આઇ.એમ.એ. મોરબી દ્વારા  વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામા આવેલ હતી જેમા ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે આરોગ્ય સેમીનાર નુ આયોજન કરવામ આવેલ જેમા સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હીના મોરી તથા ડો. પાયલ ફળદુ દ્વારા મેન્સ્ટ્રુઅલ હાયજીન તથા એનેમિયા અંગે માર્ગદર્શન આપવામા આવેલ જેમા આશરે ૨૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો તથા તાલુકા પ્રાથમિક શાળા નં.૧ ખાતે બાળરોગ નિષ્ણાંત ડો. ચિરાગ જેતપરીયા અને આર.બી.એસ.કે. ટીમ દ્વારા નાના બાળકોને સ્વચ્છતા અને આરોગ્ય બાબતે સમજ આપેલ તથા બાળકોની આરોગ્ય તપાસણી કરવામા આવી હતી. તદુપરાંત નેશનલ ડોક્ટર્સ ડે નિમિતે ખાસ કરીને મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી ના ડોકટરો માટે આઇ.એમ.એ. હોલ મોરબી ખાતે એક સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર કુંજન પટેલ દ્વારા હોસ્પિટલ બાંધકામને લગતા તથા ફાયર સેફ્ટી ઓફિસર દેવેંદ્રસિંહ જાડેજા દ્વારા ફાયર સેફ્ટીના નિયમો અંગે માહિતી આપવામા આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમા ડો. અંજના ગઢિયા આઇ.એમ.એ. પ્રમુખ, ડો.હીના મોરી આઇ.એમ.એ. સેક્રેટરી, ડો.રાહુલ કોટડિયા આરોગ્ય અધિકારી, મોરબી મહાનગરપાલિકા તથા બહોળી સંખ્યામા ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!