MORBI:મોરબીના બેલા ગામ નજીકથી દેશી દારૂ જથ્થા સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના બેલા ગામ નજીકથી દેશી દારૂ જથ્થા સાથે ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના બેલા ગામ નજીક ખોખરા હનુમાનજી જવાના રસ્તે આવેલ ઝૂપડામાંથી ૭૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૪ હજાર સાથે એક ઇસમને તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં મોરબી કુબેર ટૉકીઝ પાછળ રહેતા અન્ય આરોપી પાસેથી વેચાણ કરવા દેશી દારૂનો જથ્થો લઇ આવ્યાની કબૂલાત આપતા તે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે બેલાથી ખોખરા હનુમાન જવાના રસ્તે વેલોજા કારખાના પાછળ ઝુપડામા દરોડો પાડી પ્લાસ્ટિકના અલગ અલગ બચકમાંથી ૭૦૦ લીટર દેશી દારૂ ઝડપી લેવાયો છે. આ સાથે આરોપી પ્રકાશભાઇ રામુભાઇ મંદુરીયા ઉવ.૪૦ મૂળરહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી. હાલ રહે.ખોખરા હનુમાન પાસે વેલોજા કારખાના પાછળ ઝુપડાની અટકાયત કરાઈ છે, જ્યારે દેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના આશયથી મૂકી જનાર આરોપી રાહુલ દેવીપૂજક રહે.મોરબી કુબેર ટોકીઝ પાસે તે દરોડા દરમિયાન હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.