MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્રારા જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો.

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્રારા જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો.

સરકારના લોકકલ્યાણકારી અભિગમને છેવાડા ના માનવી સુધી પહોંચાડવાના હેતુ થી મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તાર જન કલ્યાણ શિબિર કાર્યક્રમ નું આયોજન બે અલગ અલગ સ્થળ પર રાખવામાં આવેલ ૧) કમ્યુનીટી હોલ સરદારબાગ પાસે કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય મંત્રી શ્રી , મોરબી મહાનગરપાલિકા મેયરશ્રી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કમિશનર શ્રી .ડેપ્યૂટી કમિશનર, તથા વોર્ડ ના કોર્પોરેટર હાજર રહી દીપ પ્રાગટ્ય કરેલ તથા ૨) પંચમુખી હનુમાન મંદિર વેજીટેબલ રોડ મોરબી -ર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં શહેરી જનો એ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. અને બહોળા પ્રમાણ માં નાગરિકો ની ઉપસ્થિતિ નોંધાય હતી.

જન કલ્યાણ શિબિર કાર્યક્રમ અંતર્ગત આવકના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી, આધારકાર્ડ સુધારા, જન્મ પ્રમાણપત્ર, આરોગ્યલક્ષી કાર્ડ, ઘરેલું વીજ જોડાણ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, બસ કનેક્શન પાસ, મેડીસીન સારવાર જેવા અન્ય સરકારી યોજનાઓના ફોર્મ અરજી સ્વીકારવાની સાથે સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કાર્યક્રમનું પારદર્શક રીતે કામગીરી થાય ,અને સફળ આયોજન બનાવવા માટે મહાનગરપાલિકાનાં સ્ટાફ અને વિવિધ વિભાગના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી અને તમામ વિભાગના કર્મચારીઓએ સંકલનપૂર્વક કામગીરી કરી હતી.

Back to top button
error: Content is protected !!