GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખાનપર ગામે ખેતીની વિષયક જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

MORBI:મોરબીના ખાનપર ગામે ખેતીની વિષયક જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

 

 

મોરબી જિલ્લામાં બીજાની જમીન પચાવી પાડી તેના પર ગેરકાયદે કબજા જમાવી દેવાની પ્રવૃત્તિ બેફામ વધી છે ત્યારે મોરબીમાં રહેતા આધેડની જમીન ખાનપર ગામની સીમમાં આવેલ છે જેમાં બે શખ્સોએ ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીનમાં ઉપજ મેળવી કબ્જો ખાલી નહીં કરી જમીન પચાવી પાડી હોવાથી બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી. રોડ ફ્લોરા -૧૭ બ્લોક નં -બી/૨૦૧ માં રહેતા વસંતભાઈ છગનભાઇ રાજકોટીયા (ઉ.વ.૪૯) એ આરોપી પ્રકાશભાઈ તરશીભાઈ જીવાણી તથા કલ્પેશભાઈ તરશીભાઈ જીવાણી બન્ને રહે. ખાનપર તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની માલીકી ની ખાનપર ગામની સીમના સર્વે નં.૩૪ પૈકી ૯ ની જમીન હેકટર-૦૦-૯૫-૧૦ ચો.મી.વાળી જમીનમાં આરોપીઓએ કોઇપણ જાતના આધાર વગર ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીનમાં વાવતેર, ખેતી કરી, આર્થીક ઉપજ મેળવી, જમીનનો અનઅધિકૃત રીતે કબ્જો રાખી જમીન પચાવી પાડી, જમીનનો કબ્જો ખાલી નહી કરી, જમીન પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ ૩, ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!