TANKARA:ટંકારાના સરાયા ગામે રહેણાંક મકાન પર LCBનો દરોડો: 57 હજારના દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો





TANKARA:ટંકારાના સરાયા ગામે રહેણાંક મકાન પર LCBનો દરોડો: 57 હજારના દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

ટંકારા: મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્કવોડે ટંકારા તાલુકાના સરાયા ગામમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, સરાયા ગામે રહેતો ઈમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ અબ્દુલભાઈ જેશાણી પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે સ્ટાફ સાથે વોચ ગોઠવી સરાયા ગામે દરોડો પાડ્યો હતો.
રેડ દરમિયાન દેશી દારૂ: 289 લિટર કુલ કિંમત: આશરે ₹57,800/-પોલીસે ઘટનાસ્થળેથી આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ જેશાણીને દબોચી લીધો હતો.આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ દારૂના નેટવર્કમાં રાજકોટ જિલ્લાના જારીયા ગામનો રાહુલ દેવીપુજક નામનો શખ્સ પણ સંડોવાયેલો છે.હાલમાં ટંકારા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


