GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ ધામ દ્વારા  રાજ શક્તિ સેવા સંગઠન આયોજીત “દફતરી શેરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો.

 

MORBI:મોરબી જલારામ ધામ દ્વારા  રાજ શક્તિ સેવા સંગઠન આયોજીત “દફતરી શેરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો.

 

ગણેશ મહોત્સવ ના આયોજક પૂર્વ નગરપતિ અનોપસિંહજી જાડેજા તથા તેની સમગ્ર ટીમ ને જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા.

મોરબી શહેર ના દફતરી શેરી ખાતે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી રાજ શક્તિ સેવા સંગઠન દ્વારા “દફતરી શેરી કા રાજા” ગણેશ મહોત્સવ નુ ભવ્ય તથા દિવ્ય એવુ જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ દ્વારા ગણપતિજી મહારાજ ને મોદક પ્રસાદ ધરવામાં આવ્યો હતો, તે ઉપરાંત દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ નુ અનેરૂ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ તકે દફતરી શેરી કા રાજા ગણેશ મહોત્સવ ના આયોજક પૂર્વ નગરપતિ અનોપસિંહજી જાડેજા, આશિષસિંહજી જાડેજા તથા શ્રી રાજ શક્તિ સેવા સંગઠન ની સમગ્ર ટીમ દ્વારા મોરબી જલારામ ધામ ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનીલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સુનિલભાઈ પુજારા, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, મનોજભાઈ ચંદારાણા, પપ્પુભાઈ ચંડીભમર, વિપુલભાઈ પંડિત, નરેન્દ્રભાઈ પાઉ, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, હિતેશભાઈ જાની, કીશનભાઈ પાઉ સહીતનાઓનું અભિવાદન કરી સેવા ને બિરદાવી હતી.સંસ્થા ના અગ્રણીઓ દ્વારા આરતી ઉતારી ગણપતિજી મહારાજ ની આરાધના કરાઈ હતી, તે ઉપરાંત દફતરીશેરી કા રાજા ગણેશ મહોત્સવ ના અનોપસિંહજી જાડેજા સહીતના આયોજકો ને અલૌકીક આયોજન બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.આ તકે મોરબી નગરપાલીકા ના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહજી જાડેજા, અમૂલભાઈ જોશી સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!